Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

મોરબીનુ જળસંકટ દૂર :હવેથી દરરોજ પાણી વિતરણ : મચ્છું-2માં તળિયા દેખાતા ઝીકાયેલ પાણીકાપ હટાવાયો

મોરબી ;મોરબીનુ જળસંકટ દૂર થયું છે અને હવેથી દરરોજ પાણી વિતરણઃ કરાશે મોરબી અને આજુઆજુના ગ્રામ્ય વિસ્તારોને પાણી પૂરું પાડતા મચ્છુ -૨ ડેમમાં પાણીની ધીંગી આવક થતા મોરબીવાસીઓ ઉપર ઝીકાયેલ પાણીકાપ  હટાવી લેવા પાલિકા તંત્રએ નિર્ણય લેતા હવે દરરોજ પાણી આપવામાં આવશે.

  મોરબીને પાણી પૂરું પાડતા મચ્છુ – ૨ જળાશયના તળીયા દેખાઈ જતા નગરપાલિકા દ્વારા ૬ જુલાઈથી મોરબી શહેરમાં પાણીકાપ અમલી બનાવી દરરોજ પાણી આપવાને બદલે એકતરા પાણીકાપ લાદયો હતો, તાજેતરમાં થયેલા વરસાદ બાદ મચ્છુ જળાશયમાં પાણીનો વિપુલ જથ્થો આવતા પાણી કાપ હટાવવા પાલિકા દ્વારા નિર્ણય લેવાયો છે.

  હાલમાં મોરબીને પાણી પૂરું પડતા મચ્છુ – ૧ જળાશયમાં ૧૦૦૦ ક્યુસેક નવું પાણી આવતા  જલાશયની જલસપાટી ૫૦૪ ક્યુસેક થઈ છે અને આગામી ત્રણ માસ ચાલે તેટલો જળજથ્થો સંગ્રહિત થતા પાલિકા દ્વારા સોમવારથી મોરબીના નગરજનોને દરરોજ પાણી આપવાની જાહેર કર્યું છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે મોરબીની જીવાદોરી સમાન મચ્છુ – ૨ ડેમ તળિયા ઝાટક થતા ભાજપ, કોંગ્રેસ, નગરપાલિકા અને ખુદ જિલ્લા કલેકટર દ્વારા સૌની યોજન થકી સમયસર નર્મદાના નીર ઠાલવવા માંગ કરવામાં આવી હતી પરંતુ સરકારે છેલ્લે સુધી નર્મદાના નીર ન ઠાલવતા મોરબી પર પાણીકાપ ઝીકાયો હતો પરંતુ કુદરત મહેરબાન થતા મોરબીના નગરજનોને ફક્ત ૧૫ દિવસ જ પાણીકાપ સહન કરવો પડ્યો છે.

(12:27 am IST)