Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

જુનાગઢ જીલ્લામાં ગૌચર સુધારણા યોજનામાં લાખોનો ભ્રષ્‍ટાચારઃ છ સામે ગુન્‍હા દાખલ ACB વડા કેશવકુમારના માર્ગદર્શનમાં સપાટો

રાજકોટઃ જુનાગઢ જીલ્લામાં ગૌચર સુધારણા યોજના હેઠળ ચાલતા કામોમાં ભ્રષ્‍ટાચાર વ્‍યાપેલ હોવાની એક અરજદારની ફરીયાદ લાંચ રૂશ્વત વિરોધી બ્‍યુરોને મળતા જુનાગઢ જીલ્લાના માળીયા હાટીના તાલુકાના પાતળા ગામનની ગૌચરની જમીનમાં સુધારણા યોજના અંગે સને-૨૦૧૫/૧૬ના વર્ષમાં ૨૦ હેકટર ગૌચરની જમીનમાં સુધારણા કરવા અંગેની અરજી સરપંચ ગ્રામ પંચાયત પાતળાએ ગૌચર સુધારણા બોર્ડ ગાંધીનગરને કરેલ, જે કામ કરવા માટે મંજુરી મળતા ગૌચર સુધારણાના કામમાં ભ્રષ્‍ટાચાર આચરી પોતાની સત્તાનો દુર ઉપયોગ કરી સરકારી નાણાની ગેરરીતી આચરેલ હોવા સંબેધેની અરજી મળેલ. જે અરજી સંબંધેની તપાસ જુનાગઢના એ.સી.બી પી.આઇ. એન.એચ.જાડેજા દ્વારા કરવામાં આવેલ.

તપાસ દરમિયાન આ ગુનાના આરોપીઓને તેમના કાર્યક્ષેત્ર વિસ્‍તારમાં પાતળા ગામે મંજુર થયેલ તે મુજબનુ કામ ન કર્યુ હોવા છતા વધુ રકમના બીલો બનાવેલ જેના પ્રમાણપત્રમાં હેમરાજભાઇ અરજણભાઇ પટણી, તથા તલાટી કમ મંત્રીએ સહીઓ કરી અને બોલીની રકમના ચેકો બનાવી તેમા ૧ જુસબભાઇ ઇસ્‍માઇલભાઇ લીંગારી, પૂર્વ સરપંચએ સહીઓ કરી ચેક તથા રોકડેથી રૂા.૧૩,૮૭,૮૦૦ જીવાભાઇ ધાનાભાઇ કરમટા, પ્રજાજન તથા ૬ પીઠાભાઇ કરમણભાઇ ચાવડા, પ્રજાજનને તથા દહાડીયાની મજુરી તથા બિયારણ ખરીદીના ચુકવેલર અને કામ પુર્ણતાનુ પ્રમાણપત્ર આપેલ સાથો સાથ આરોપી નં.૨ ફરીદાબેન લીંગારીે ડીપોઝીટની રકમ રૂા.૧૨,૧૫,૦૦૦નો ચેક રોકડેથી નિયમ વિરૂધ્‍ધ જુસબભાઇ ઇસ્‍માઇલભાઇ લીંગારી તથા ૪ ભીમશીભાઇ બીજલભાઇ લુણી ચુકવી તેમને રૂા.૨૬,૦૨,૮૦૦નો આર્થિક લાભ કરાવી અને સરકારને આર્થિક નુકશાન કરેલ હોય આરોપી જુસભાઇ ઇસ્‍માઇલભાઇ લીંગારી તથા  ફરીદાબેન જુસબભાઇ લીંગારી (બન્‍ને પુર્વ સરપંચ) ગ્રામ પંચાયત કચેરી પાતળા તથા હેમરાજભાઇ અરજણભાઇ પટણીએ તલાટી કમ મંત્રી તરીકેના હોદ્દાનો દુરઉપયોગ કરી સત્તાના દુરઉપયોગનો ગુન્‍હો આચરેલ  હતો. આ ગુનાની આગળની તપાસ ભાવનગર એ.સી.બી. પી.આઇ ઝેડ જી.ચૌહાણે, જુનાગઢના મદદનીશ એ.સી.બી. નિયામક એ.આર.પટેલના સુપરવીઝન તથા એસીબી વડા કેશવકુમારના માર્ગદર્શનમાં હાથ ધરેલ છે.

(9:49 pm IST)