Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

વાંકાનેર બાર એસો,ના પ્રમુખ સહિતના વિરુદ્ધ જુગારનો કેસ કરવા મામલે વકીલોનો વિરોધ:કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા

 વાંકાનેરમાં તાજેતરમાં જુગાર દરોડામાં બાર એસો,ના પ્રમુખ સહિતના સામે જુગારધારાનો કેસ કરતા વકીલોમાં ભારે નારાજગી ફેલાઈ છે વાંકાનેર બાર એસોસિએશનએ આજે તાત્કાલિક વાંકાનેર સિવિલ કોર્ટ ખાતે વાંકાનેર બાર એસોસિએશનની મીટીંગ બોલાવી આવા ખોટા કેસ બતાવી પોલીસની કામગીરી શંકાસ્પદ રહેલ હોય વાંકાનેર બાર એસોસિયેશન પોલીસ કાર્યવાહીનો સખત વિરોધ કરેલ છે અને કોર્ટ કાર્યવાહીથી બે દિવસ તા. 23 અને 24 ના રોજ અલિપ્ત રહી વિરોધ દર્શાવેલ છે.

    જે સંદર્ભે આરોપીઓએ વાંકાનેર સિટી પી. આઈ., મોરબી એસ.પી.અને ગૃહરાજ્યમંત્રીને આ ગેરકાયદેસર જુગારધારાની કલમ નો ખોટો કેસ કરેલ હોય રજૂઆત કરી આ ખોટા ગુનામાં અમોને ફસાવવામાં આવ્યા હોય એફ.આર.આઈ. રદ કરવા અને આ ગેરકાયદેસર પંચનામા અને ખોટા કેસ કરી ગામમાં પોલીસનો ખોટો હાઉ ઊભો કરી પોતાની સત્તાનો દુરુપયોગ કરનાર પોલીસની ટીમ વિરુદ્ધ પગલા લેવા અરજી કરે છે.

(8:31 pm IST)