Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

ધોરાજીના ભાદર ડેમમાં ફીણનાં દ્રશ્યોથી લોકોમાં તર્કવિતર્ક કારખાનાનું ઝેરી પાણી ડેમમાં છોડાયું કે કેમ ?:તપાસ જરૂરી

રાજકોટઃ જિલ્લાના ધોરાજીમાં આવેલા ભાદર ડેમના પાણીમાં ફીણ જોવા મળ્યા હતા ફીણના  દ્રશ્યો જોઈને લોકોમાં અનેક તર્કવિતર્ક શરૂ થયા છે સ્થળ પર આવેલા તમામ લોકોના મનમાં માત્ર એક સવાલ હતો. હવામાં ઉડી રહેલી વસ્તુ શુ છે. ફીણ ઝહેરીલી હોવાથી આસપાસના વિસ્તારના લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે

   ભાદર ડેમના 30 કિલોમીટરના અંતરે આવેલા જેતપુરમાં કારખાનાઓમાં પ્રિન્ટિંગનુ કામ કરવામાં આવે છે. વિસ્તારમાં આવેલા તમામ કારખાનાદારોએ પોતાનુ કામ સરળ કરવા માટે કારખાનાનુ ઝેરીલું પાણી ડેમમાં છોડ્યુ હતુ.કે કેમ ? જેના કારણે ડેમના પાણીમાં ટેક્સીક ફોમ તૈયાર થયુ હતુ. ડેમનુ આખુ પાણી ઝેરીલું થયું છે.

    ડેમમાં ઘણા વર્ષોથી સાફ પાણી વહેતુ હતું. ડેમના પાણીનો ઉપયોગ લોકો ખેતી કરવા અને પીવાના પાણી માટે કરતા હતા.પરંતુ હવે વરસાદ આવતા કારખાના માલિક દ્વારા ડેમમાં પાણી છોડવામાં આવ્યુ હતુ. ડેમમાં જેટલુ પાણી વધી રહ્યુ હતુ તેટલુ ફીણ પણ વધી રહ્યુ હતુ. જેના કારણે આસ પાસના રહીશોને ભોગવવાનો વારો આવ્યો છે.
ઘટનાને કારણે સવાલ ઉભો થાય છે કે, ઝેર ભેળવનારા તત્વો ક્યાં છેઆવા અનેક સવાલોના જવાબ માટે તપાસ થવી જરૂરી છે

(7:46 pm IST)