Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

ટંકારાના લજાઇના ખરાબાના વાડાનો વિવાદ વકર્યો: રબારી સમાજની 30મીએ આત્મવિલોપનની ચીમકી

કોંગ્રેસ સમિતિને સાથે રાખી માલધારી પરિવારે આપ્યું આવેદન :રબારી ન્યાય નહિ મળે તો આત્મવિલોપનની ચીમકી

ટંકારાના લજાઈ ગામે વસતા રબારી સમાજના પચાસ પરિવારો છેલ્લા ચાલીસ વર્ષથી સરકારી ખરાબમાં વાડાઓમાં પશુધન સાથે ભોગવટો કરે છે પરંતુ છ માસથી લજાઈ ગામના પાટીદાર સમાજના આગેવાનો દ્વારા રબારી સમાજને હેરાન કરવામાં આવતા હોય આ મામલે જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું છે.

 મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ માલધારી સેલના રમેશભાઈ રબારી, મનસુખભાઈ રબારીની આગેવાનીમાં જીલ્લા કલેકટરને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે પાટીદાર સમાજના કહેવાતા આગેવાન પંકજ પટેલના નેતૃત્વ હેઠળ વાડાઓમાં ટ્રેક્ટર જેસીબીથી હટાવી નાખતા રબારી સમાજે ન્યાયાલયમાં દાવો દાખલ કરી દાદ માંગેલ છે જેનો કોર્ટ કેસ ચાલુ છે ગત તા. ૨૦-૦૭ ના રોજ ગેરકાયદેસર વરંડો કરવાનું કામ ચાલુ કરતા માલધારી રબારીઓએ સ્થાનિક સત્તાધીશોને જાણ કરતા અધિકારીઓ સ્થળ પર આવેલ અને અધિકારીઓ તેમજ પોલીસની હાજરીમાં કામ ચાલુ રાખી આખો વરંડો બનાવી નાખેલ છે તેમજ સાંસદ સભ્ય દ્વારા જ્ઞાતિ વલણ અપનાવી સુચના આપી છે કે વંડો બનાવી નાખો તંત્ર કાઈ કરશે નહિ અગાઉ રબારી સમાજનો બહિષ્કાર કારી તમામ પ્રકારનો વ્યવહાર બંધ કર્યો

 રબારી સમાજને ભયભીત કરી હુમલો કરાવી જાન માલને નુકશાન થવાનો ભય સતાવી રહ્યો છે જેથી રબારી અને પાટીદાર સમાજ વચ્ચે તણાવ ઉભો થયો છે અને વર્ગ વિગ્રહ ફેલાય તેવી ભીતિ સેવાઈ રહી છે જેથી તાકીદે પગલા ભરી રબારી માલધારી પરિવારને રક્ષણ આપવાની માંગ કારી છે અને ખરાબામાં વાડાઓ પરત આપવાની માંગ કરી છે લજાઈ ગામના રબારી સમાજને ન્યાય નહિ મળે તો તા. ૩૦ ના રોજ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

 

(7:38 pm IST)