Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

વિરમગામ રોડ ઉપર રિસોર્ટમાં દારૃની મહેફીલ માણતા ૮ ઝડપાયાઃ અમદાવાદનાં પીએસઆઇ પણ મહેફીલમાં હાજર હોવાથી લોહીના નમુના લઇને મુકત કરાયા

રાજકોટ, તા., ર૩: પોલીસ ક અધીક્ષક સુ.નગર તથા ના.પો.અધિ.ના ધ્રાંગધ્રાની સુચનાથી એએસઆઇ એમ.ડી.વાઘેલા પો.કોન્સ. દિગ્વીજયસિંહ રોહીતભાઇ સંદીપભાઇ સુરેશભાઇ વુ.પો.કો. રીટાબેન શ્રધ્ધાબેન વિગેરે સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.

ત્યારે મોટી મજેઠી વિરમગામ જતા રોડ ઉપર રીસોર્ટમાં ઇસાન સોહીલજી નારેચા મુ.માન (ઉ.વ.ર૭) ધંધો-નોકરી રહે. અમદાવાદ વેજલપુર સોનલ રોડ બકેરી સીટી અલખેબર ડુપ્લેક્ષ નં. (ર) ઇરફાન રજાક મેમણ (ઉ.વ.૩૪) ધંધો-નોકરી રહે. અમદાવાદ દાણી લીમડા  કિનારી એપાર્ટમેન્ટની બાજુમાં ગીતા ભારતી ત્રણ બતી (૩) આનંદ ત્રિકમ લાલ એન્જીનીયર ઉ.વ.૩૬ ધંધો-પ્રાઇવેટ નોકરી રહે. અમદાવાદ હર્ષદ કોલોની દાણી લીમડા (૪) ફૈયાજ અમદખાન મુ.માન ઉ.વ.૪૩ ધંધો નોકરી રહે. ગાંધીનગર સેકટર ર૯ પ્લોટ નં. ૧૯ર-બી (પ) દેવશીભાઇ ગણેશભાઇ ચૌહાણ અનુ.જાતી ઉ.વ.૪૯ ધંધો-રીસોર્ટમાં મજુરી રહે. મોટા ઉભડા તા.પાટડી (૬) નીરવ પંકજભાઇ શાહ જૈન ઉ.વ.ર૬ ધંધો નોકરી રહે. અમદાવાદ વેજલપુર શાંતીનાથ એપાર્ટમેન્ટ ડી-૧ (૭) પપ્પુ દેવાનંદ ઇન્ટેકર મરાઠી ઉ.વ.૩૭ ધંધો ફોટોગ્રાફી રહે. અમદાવાદ કુબેરનગર પાણીની ટાંકી પાસે સી.બોર્ડ (૮) શબ્બીરખાન નગરખાન જતમલેક ઉ.વ.૩૦ ધંધો ખેતી રહે. ગેડીયા તા. પાટડીવાળા પાસ પરમીટ વગર નશો કરેલ હાલતમાં મળી આવેલ અને જયાં મહેફીલ માણતા હતા.

પોલીસે હુન્ડાઇ કંપનીની વરના મોટરકાર જે શબ્બીરખાન નગરખાન જતમલેક રહે. ગેડીયા વાળાએ પોતાની હોવાનું જણાવેલ તથા મારૃતી સુઝુકી બ્રેઝા કંપનીની મોટર કાર નં. જી.જે. ૩ કે.સી.૮૮૮ પ્રશાંતભાઇ ચંદુભાઇ સીંગરખીયા ઉ.વ.૩૦ ધંધો નોકરી પો.સબ ઇન્સ. ક્રાઇમ બ્રાંચ અમદાવાદ સીટી રહે. અમદાવાદ વાળાનાઓની હોવાનું જણાવ્યું હતું.

મારૃતી સુઝુકી સ્વીફટ કંપનીની નં. જી.જે.૦૧ આર.સી. ૪રપર અયુબખાન એલમખાન જતમલેક ઉ.વ.૪૬ રહે. ગેડીયા તા. પાટડી જી.સુ.નગર વાળાની હોવાનું જણાવેલ તથા (૪) હુન્ડાઇ મોબીલીયો ટીવીટેક નં.જી.જે. ૧૮ બી.એફ રર૩પ ફૈયાજ અમદખાન મુ.માન ઉ.વ.૪૩ ધંધો-નોકરી રહે. ગાંધીનગર સેકટર ર૯ પ્લોટ નંઉ ૧૯ર-બી વાળાની હોવાનું જણાવેલ તથા (પ) સેરવોલેટ બીટ કંપનીના મોટર કાર નં. જી.જે. ૧ આર.એમ.૧ર૬ર વાળી નીરવ પંકજભાઇ શાહ જૈન ઉ.વ.ર૬ ધંધો નોકરી રહે. અમદાવાદ વેજલપુર શાંતીનાથ એપાર્ટમેન્ટ ડી.૧ વાળાની હોવાનું જણાવેલ જે મળી આવતા કબ્જે કરેલ તેમજ સદર જગ્યાએથી સી.નં. ૯ આસીફખાન નશીબખાન જતમલેક રહે. ગેડીયાવાળો નાસી ગયા હતા.

જયારે બ્રિજેશભાઇ બીપીનભાઇ બારોટ ઉ.વ.૪ર રહે. અમદાવાદ લો. ગાર્ડન બીજો માળ પાયલ એપાર્ટમેન્ટ, સદામહુશેન ઇનુશભાઇ મેમણ ઉ.વ.ર૮ રહે. અમદાવાદ સરખેજ, રો-હાઉસ, રર હાજીજમાલનગર, દિનેશભાઇ ગોપાલભાઇ કણઝરીયા ઉ.વ.રપ રહે. અમદાવાદ, આંબાવાડી, એ-૮ સંકલ્પ એપાર્ટમેન્ટ, સાજીદખાન સુલેમાનભાઇ તેલી ઉ.વ.૩૪ રહે. અમદાવાદ, બાબરભાઇની ચાલી, દાણીલીમડા, સમીરખાન હનીફખાન જતમલેક ઉ.વ.રર રહે. ગેડીયા તા.પાટડી જી. સુ.નગર કુલદીપસિંહ દિલીપસિંહ રાજપુત ઉ.વ.ર૪ રહે. અમદાવાદ જી-૪૧ શાંતિ કોમ્પલેક્ષ વેજલપુર બસ સ્ટેન્ડ પાસ વેજલપુર અયુબખાન એલમખાન જતમલેક ઉ.વ.૪૬ રહે. ગેડીયા તા. પાટડી જી. સુનગર, વિશાલભાઇ વિનોદભાઇ કરવાડે ઉ.વ.૩૧ રહે. અમદાવાદ અસારવા સ્ટેશની સામે બ્લોક નં. ૧૩ ગવમેન્ટ કવાર્ટર અસારવા , દિવ્યાબેન નારાયણદાસ બારમતી ઉ.વ.ર૩ રહે. અમદાવાદ એ-૮૦૩ સામ્રાજય ટાવર મેમનગર , કશીશબેન બચુભાઇ ભટ્ટ ઉ.વ.ર૯ રહે. અમદાવાદ મહાકાળી મંદિરની સામે જીવરાજ સોસાયટી ત્રીજો માળ જીવરાજ પાર્ક, તનુ ફઝર શેખ ઉ.વ.રર રહે. અમદાવાદ ધરનીધર ચાર રસ્તા ક્રિષ્નનગર નરોડા , અંકિતાબેન રાજેન્દ્રકુમાર શાહ ઉ.વ.રહે. અમદાવાદ એ-૪ અંચલ કોમ્પલેક્ષ ભુદરપુરા રોડ આંબાવાડી, પ્રશાંતભાઇ ચંદુભાઇ સીંગરખીયા ઉ.વ.૩૦ ધંધો નોકરી પો.સબ ઇન્સ. ક્રાઇમ બ્રાંચ અમદાવાદ સીટી રહે. અમદાવાદ વાળા હોવાનું જણાવેલ. જેઓએ કોઇ કેફીપીણું પીધેલ ન હોય તેવું જણાતા જેઓના બ્લડ સેમ્પલ લેવડાવી મુકત કરેલ છે અને સદર બાબતે બજાણા પો.સ્ટે. ગુ.ર.ન-પ૦૬૩/૨૦૧૮ પ્રોહી-ક-૮પ, ૬૬ (૧) બી, ૬૮.૯૮ (ર) મુજબ ગુનો રજી. કરી આગળની તપાસ અમોએ જાતેથી સંભાળેલ છે.

(6:15 pm IST)