Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

સૌરાષ્ટ્ર-કચ્છમા વરાપથી રાહત

રાજકોટ તા.૨૩: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણ યથાવત છે અને આવા વાતાવરણ વચ્ચે હળવા-ઝાપટા કોઇ-કોઇ જગ્યાએ પડી જાય છે.

ધોધમાર વરસાદ પડ્યા બાદ બે-ત્રણ દિવસથી વરસાદે વિરામ લેતા ખેડૂતો વાવણી કાર્યમાં વ્યસ્ત થયા છે.

જુનાગઢ

જુનાગઢઃ જુનાગઢ જિલ્લામાં આજે સવારથી મેઘાવી માહોલ વચ્ચે વરાપ રહી છે.

ગત સપ્તાહમાં સોરઠને મેઘરાજાએ ધમરોળી નાખ્યુ હતુ

છેલ્લા ૩ દિવસથી મેઘો આરામ પર છે ૨૪ કલાક દરમિયાન માળિયા હાટીનામાં ૬ મીમી વરસાદ નોંધાયો હતો આ સિવાય અન્ય વિસ્તારોમાં ઝાપટા રહ્યા હતા.

આજે સવારથી વરસાદી વાતાવરણ પ્રવર્તે છે. નોંધપાત્ર વરસાદના સમાચાર નથી એકંદરે વરાપ હોવાથી વાડી-ખેતરના કામકાજ તેમજ રાહત-બચાવ કાર્ય વધુ વેગવંતા બન્યા છે.

જોકે સવારે જૂનાગઢના અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ રહ્યો હતો.(૭.૧૫)

(3:52 pm IST)