Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

જૂનાગઢ વનરાજસિંહ રાયજાદાના ફાર્મહાઉસે લોકસાહિત્ય રસ માણી ગિર ગાયને ગોળ ખવડાવતા પુ. મોરારી બાપુ

જૂનાગઢ : ક્ષત્રિય સમાજના આગેવાન પુર્વજિલ્લા હોમગાર્ડ કમાન્ડર વનરાજસિંહ રાયજાદાના ગુરૂકૃપા ફાર્મ હાઉસ ખાતે પુ. મોરારી બાપુ એ પધરામણી કરી ૧ કલાક થી વધુ સમય રોકાણ કરી. પદમશ્રી લોકસાહિત્યકાર ભીખુદાનભાઇ ગઢવી અને જીતદાદ પાસેથી લોકસાહિત્ય સાંભળી રાજીપો વ્યકત કરેલ ઉપરોકત તસ્વીરમાં પુ. મોરારી બાપુ સાથે ચર્ચા કરતા વનરાજસિંહ રાયજાદા તેમજ લોક સાહિત્ય રજુ કરતા ભીખુદાનભાઇ થતા જીતુદાદ અને પુ. બાપુને રોકાણ દરમ્યાન કાસ્ટના વાણસમાં ચા પિવડાવતા વનરાજસિંહ તેમજ આ તકે ઉપસ્થિત કૃષિ યુનિવર્સિટીના કુલપતિ એઆર પાઠક વેલ્ફેર ડાયરેકટર પીવી પટેલ બહાઉદીન વિજ્ઞાન કોલેજના પ્રિન્સીપાલ આર.પી.ભટ્ટ જામકંડોરણા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિપાલસિંહ જાડેજા કેશોદ રાજપુત સમાજના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાયજાદા વિજયસિંહ રાયજાદા કેશોદના ઉદ્યોગપતિ ભાવેશભાઇ મિયાત્રા તેમજ જેન્તીભાઇ ચાંદ્રા, ખેતશીભાઇ ગઢવી, કિરીટભાઇ જોષી, વિજયભાઇ જીવરાજાની, કૃષ્ણકાંત રૂપારેલીયા સહિતના ઉપસ્થિત રહયાં હતા. છેલ્લે ગિર ગાયને હથેળીમાં ગોળ ખવડાવતા પુ. બાપુ નજરે પડે છે. (અહેવાલ-વિનુ જોષી,તસ્વીર મુકેશ વાઘેલા, જૂનાગઢ)

(3:50 pm IST)