Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

જુનાગઢમાં જહોન અબ્રાહમની 'રો' ફિલ્મનું શુટીંગ : સાંજે જેકી શ્રોફનું આગમન

જુનાગઢ, તા. ર૩ : 'રો' ફિલ્મનું શુટીંગ ચાલી રહ્યું છે. આ ફિલ્મના કેટલાક દૃશ્યોનું ફિલ્માંકન ગોંડલમાં કરવામાં આવ્યું છે.

બાદમાં ગઇકાલે રવિવારના રોજ સાવરે દાણાપીઠ વિસ્તારમાં ફિલ્મનું ફિલ્માંકન કરવામાં આવેલ. પાકિસ્તાનને લગતા સીનનું શુટીંગ કરવામાં આવેલ જે તે લઇને દાણાપીઠ વિસ્તારમાં પાકિસ્તાનનો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો અને દુકાનો પર ઉર્દુ ભાષાના બોર્ડ લગાવાયા હતાં.

અને બપોરે ર.૩૦ વાગ્યાથી પ.૩૦  , ૩ કલાક શુટીંગ મટન માર્કેટ વિસ્તારમાં કરાયું હતું. દરમ્યાન સિને રસીકો શુટીંગ જોવા ઉમટી પડયા હતા. દરમ્યાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રેન્જ આઇજી પીશ્રી સુભાષ ત્રિવેદી અને એસપી નિલેશ જાજડીયાના માર્ગદર્શન ડીવાયએસપી એમ એસ રાણા તેમની સ્કવોડ ટ્રાફીક શાખાના મહીલા પીએસઆઇ વી.કે.ઉંજીયા સહીત પોલીસ સ્ટાફ ખડેપગે વ્યવસ્થા જાળવી રહયા છે.

આજ સવારથી કોર્ટ સામે આવેલ મકબરા ખાતે શુટીંગ થઇ રહયંુ છે બપોરે દાતાર રોડ વિસ્તારમાં શુટીંગ થનાર છે.

આજે સાંજ સુધીમાં અથવા આવતીકાલે જેફી શ્રોફ પણ શુટીંગ માટે આવી રહયો હોવાનું આધારભુત સુત્રોમાંથી જાણવા મળી રહયું છે.

ગઇકાલે શરૂ થયેલ ૩ દિવસના રો ફિલ્મના શુટીંગના દ્રશ્યોમાં દાણાપીઠ વિસ્તારમાં ઉભુ કરાયેલ પાકિસ્તાનના માહોલ બજારનું શુટીંગ કરતા લોકો વચ્ચે હિરો જહોન અબ્રાહમ તેમજ સિને રસીકોનું અભિવાદન કરતા અર્થ પઠાણી પોષાક સુટકેશ  તેમજ બાળકો સાથે વાતો કરતા જહોન અબ્રાહમ નજરે પડે છે. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ) (૮.૧ર)

(2:35 pm IST)