Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

સુરેન્દ્રનગર નજીક રિસોર્ટમાં દારૂની મહેફિલમાં પોલીસનો દરોડો : આઠ નબીરા ઝડપાયા : બે ફરાર

વહેલી સવારે માલવણ-વિરમગામ હાઇવે પર મજેઠી ગામની સીમ પાસેના રિસોર્ટમાં પોલીસ ટીમ દ્વારા કાર્યવાહી

સુરેન્દ્રનગર નજીક એક રિસોર્ટમાં દારૂની મહેફિલમાં પોલીસે દરોડો પાડીને આઠ નબીરાને ઝડપી લીધા છે જયારે બે નબીરા ફરાર થયા છે

  આ અંગે મળતી વિગત મુજબ માલવણ-વિરમગામ હાઇવે ઉપર એક રિસોર્ટમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની ડીએસપીને બાતમી મળતી હતી. જેના પગલે સોમવારે સવારના સમયે મજેઠી ગામની સીમમાં હાઇવે ઉપર આવેલા આ રિસોર્ટમાં પોલીસની ટીમ ત્રાટકી હતી. ચાલું દારૂની મહેફિલમાં અચાનક પોલીસ ત્રાટકતા નબીરાઓના હોશ ઉડી ગયા હતા. મહેફિલની મજા વચ્ચે દોડધામ મચી ગઈ હતી.

 

પોલીસે વિદેશી દારૂ પીધેલી હાલતમાં આઠ નબીરાને પકડ્યા હતા. જ્યારે બે નબીરા નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસને જોઇને અનેક શખ્સોએ દોટ લગાવી હતી જોકે, પોલીસ આઠ નબીરાને પકડવામાં સફળ રહી હતી.

  આ લખાય છે ત્યાં સુધી રેડની કામગીરી ચાલું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. પોલીસે સ્થળ ઉપરથી વિદેશી દારૂની બોટલો સહિતનો મુદ્દામાલ મળ્યો હતો. પોલીસે આ નબીસા સામે કાર્યકરવાની તજવીજ હાથધરી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

(12:59 pm IST)
  • બોટાદમાં બે મુસ્લિમ જૂથ વચ્ચે ધીંગાણું : એકનું મોત : એક ગંભીર : સાબિયા હોસ્પિટલ પાસે બંને જુથ્થ વચ્ચે મારામારી : જૂની અદાવતને કારણે બંને જૂથો બાખડ્યા access_time 10:19 pm IST

  • સુરત નેશનલ હાઇવે પર કારના શો-રૂમમાં ફાયરીંગ : લૂંટના ઇરાદે અજાણ્યા ૪ શખ્શોએ કર્યું ફાયરીંગઃ ફાયરીંગમાં વોચમેન ઘાયલ થતા સારવાર અર્થે ખસેડયા access_time 3:52 pm IST

  • રાજકોટના ચૌધરી હાઈસ્કૂલ પાસેના હેપ્પી કેબીન પાર્લરમાં પોલીસનો દરોડો :કેબિનમાં ગુટરગુ કરતા કહેવાતા પ્રેમીઓની કપલ કેબિનમાંથી નાસભાગ : કેબીન સંચાલકને પોલીસે દબોચી લીધો :રાજકોટના કાલાવડ રોડ ઉપર પણ ખુલ્લેઆમ કેબીન પાર્લર ચાલતા હોવાની ચર્ચા : સ્કૂલ અને કોલેજ આસપાસ બનાવતા પાર્લર access_time 1:45 pm IST