Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

ગાંધી મહેન્દ્ર ચત્રભુજ એજ્યુકેશનલ ટ્રસ્ટ તથા શિશુવિહાર સંસ્થાએ ભાવનગરનુ રાજ્યનું કેળવણી કાર્ય આગળ ધપાવ્યુ

ભાવનગર તા. ૨૩ : બહેનો ભણે અને સ્વનિર્ભર થાય તે દિશામાં શિશુવિહાર સંસ્થાના પ્રાંગણમાં વર્ષ ૨૦૦૦ થી પ્રારંભાએલ ન્યા કેળવણી કાર્યક્રમ અંતર્ગત છેલ્લા ૯ વર્ષ દરમ્યાન કુલ રૂ. ૧૯,૪૩,૬૦૦/ની શિક્ષણ સહાય બહેનોને પહોચાડવામાં આવી છે.

શહેરની ૬ મહિલા વિદ્યાલયોમાં ધોરણ - ૧૦માં ભણતી બહેનો પૈકી ૧૪૪૪ બહેનોને રૂ. ૭,૭૯,૭૬૦/- શૈક્ષણિક સહાય તથા  ધોરણ ૧૨માં અભ્યાસ કરતી ૧૧૪૭ વિદ્યાર્થીઓને  સંસ્થા દ્વારા    રૂ. ૮,૨૫,૮૪૦ /- ની શૈક્ષણીક સહાયનુ વિતરણ છેલ્લા ૯ વર્ષમાં થયુ છે.

૨૧મી સદીમાં ઉચ્ચતર શિક્ષણની અનિવાર્યતા લક્ષમાં લેતા સ્વ. રજનીભાઇ ગાંધી પરિવાર દ્વારા  શહેરની ત્રણ મહિલા કોલેજમાં સ્નાતક તથા અનુસ્નાતક કક્ષાએ શિક્ષણ લેતી ૩૩ટ જરૂરિયાતમંદ દીકરીઓને રૂ. ૩,૩૮,૦૦૦ની શિક્ષણ સહાય પહોચાડવામાં આવી છે.

પૈસાના કારણે શહેરની કોઇ દીકરીનુ શિક્ષણ વ્યર્થ ન જાય તે દિશાના  સેવા યજ્ઞ થકી શિશુવિહાર સંસ્થા તથા શ્રી ધીરજલાલ પરમાણંદદાસ દેસાઇ ટ્રસ્ટ દ્વારા ૧૮૦ માતાઓને રૂ. ૧૦,૮૦,૦૦૦/- ના રોજગારલક્ષી સાધનોની  સહાયનું પણ છેલ્લા ૧૦ વર્ષમાં વિતરણ થયુ છે.  ગુજરાતના મહાજનપાણીની સમજને ગૌરવ અપાવે છે.

ભાવનગરની સેવાભુમિને નામને સાર્થક કરતા શનિવાર તા. ૨૧ જુલાઇએ  સાંજે શિશુવિહાર પ્રાંગણમાં યોજાયેલ સમારંભમાં બ્રહ્માકુમારી શ્રી તૃપ્તિબહેન વોડદરા સ્થિત  શ્રી ઈલાબહેન મહેતા તેમજ વર્ષબહેન ભદ્રેશભાઇ ગાંધીએ શહેરની ૮૩૮ બહેનોને રૂ. ૪ લાખની સહાયનુ વિતરણ કરવામાં આવેલ.

 

(12:31 pm IST)