Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

ગધેથડ ગાયત્રી આશ્રમે પૂ.લાલબાપુ અને પૂ. મોરારીબાપુ વચ્ચે મુલાકાત

ઉપલેટા તા. ર૩ :.. વિશ્વ વિખ્યાત કથાકાર પૂ. મોરારીબાપુ અને જાણીતા લોકસાહીત્યકાર ભીખુદાન ગઢવી સાથે આજે બપોરના વેણુ નદીને કાંઠે આવેલા પ્રખર ગાયત્રી ઉપાસક પૂ. લાલબાપુના ગાયત્રી આશ્રમે પધારતા તેમનું પૂ. લાલબાપુએ આવકારેલ હતા અને સાધના કુટીરમાં લઇ જઇ તેમના બન્ને શિષ્યો પૂ. રાજુ ભગત તથા પૂ. દોલુ ભગત દ્વારા પૂ. બાપુનુ પુષ્પહારથી સન્માન કરેલ સાથે પૂ. મોરારીબાપુ દ્વારા પણ પૂ. લાલબાપુ તથા બન્ને શિષ્યોનું પણ કાળી કામણી ઓઢાડી અદકેરૂ સન્માન કરવામાં આવેલ હતું. લાલબાપુએ જણાવેલ કે આપની પધરામણીથી ખુબ જ આનંદ અનુભાવી ખુશી થઇ છે. આ પ્રસંગે બન્ને સંતોએ ધર્મપ્રેરીત ગોષ્ઠી  કરી ખુશી અનુભવતી હતી ત્યારબાદ સાથે આવેલા ભીખુદાન ગઢવી તાલુકા સંઘના પ્રમુખ વલ્લભભાઇ સખીયા અને જીલ્લા બેંકના ડીરેકટર અને બાપુના સેવક હરીભાઇ ઠુંમર (ભોલે) તેમના પુત્ર ઉતમ ઠુંમર પત્રકાર જગદીશભાઇ રાઠોડ તથા પૂઉ મોરારીબાપુ સાથે આવેલા અન્ય મહેમાનોનું પણ સ્વાગત કરેલ હતું.

ત્યારબાદ પૂ. લાલબાપુ મોરારીબાપુને મંદિરમાં ગાયત્રી માતાના દર્શન કરાવેલ અને ભોજનશાળા રસોઇ ઘર સહિત મંદિરની વિગેરે જગ્યાએ પધરામણી કરાવેલ પૂ. મોરારીબાપુ  પૂ. લાલબાપુની આવી ઉપાસના અને દર્શનાર્થીઓ માટેની ચા-પાણી અને ભોજન સહિતની સુંદર વ્યવસ્થાને બિરદાવી ખુશી વ્યકત કરી હતી. (પ-ર૦)

 

(12:31 pm IST)