Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

જુદા-જુદા ગુન્હોઓમાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેતી ભાવનગર પોલીસ

ભાવનગર, તા.૨૩: ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા એન.જી.જાડેજા પો.સબ ઇન્સ. તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓને શોધી પકડી પાડવાની સુચના આપેલ.જે સુચના મુજબ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો આજરોજ ખુંટવડા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો.કો. તરૂણભાઇ નાંદવાને બાતમીરાહે હકિકત મળેલ કે, અમદાવાદ શહેર,વેજલપુર પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં. ૨૩૯/૨૦૧૨ ઇ.પી.કો.કલમઃ-૩૬૪ વિગેરે મુજબનાં ગુન્હાનાં કામે નાસતાં-ફરતાં આરોપી સુરેશગીરી જમનગીરી ગોસાઇ રહે.હાલ-કડિયાળી તા.જાફરાબાદ જી.અમરેલી વાળા ભગવા કલરનાં કપડાં પહેરીને ખુંટવડા ગામ પાસે આવેલ આસરણા ચોકડી, અર્જુન પેટ્રોલ પંપ પાસે ઉભો છે.ર્ં જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં સુરેશગીરી જમનગીરી ગોસાઇ ઉ.વ.૭૨ રહે.હાલ-ડોડેશ્વર મહાદેવ મંદિરની ગૌશાળામાં,કડિયાળી તા.જાફરાબાદ જી.અમરેલી મુળ-ગાધડકા તા.સાવરકુંડલા જી.અમરેલીવાળા હાજર મળી આવેલ.તેની પુછપરછ તથા નાસતાં-ફરતાં આરોપીઓનાં રજીસ્ટરની ખરાઇ પરથી તેને ઉપરોકત સહિત ભાવનગરનાં મોટા ખુંટવડા પોલીસ સ્ટેશનનાં બે ગુન્હા, રાજકોટ શહેર, ભકિતનગર પોલીસ સ્ટેશન તથા આજી ડેમ પોલીસ સ્ટેશન તેમજ જુનાગઢ જીલ્લાનાં માંગરોળ પોલીસ સ્ટેશનમાં પકડવાનો બાકી હોવાનું જણાય આવેલ.જેથી તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેને ખુંટવડા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે.

આમ,અલગ-અલગ પોલીસ સ્ટેશનનાં અલગ-અલગ ગુન્હાઓમાં નાસતાં-ફરતાં ઉપર મુજબનાં આરોપીને ઝડપી લેવામાં ભાવનગર એલ.સી.બી. ટીમને સફળતા મળેલ છે.ં

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી. નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા એલ.સી.બી. સ્ટાફનાં દિલુભાઇ આહિર, મહિપાલસિંહ ગોહિલ, તરૂણભાઇ નાંદવા તથા મિનાઝભાઇ ગોરી તથા ડ્રાયવર મહેશભાઇ ભેડા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

(12:30 pm IST)