Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

પોરબંદર દરિયામાં ભારે મોજા : ભેખડ સાથે ૩ હોડી અથડાતા લાખનું નુકશાન

અસ્માવતી ઘાટ પાસે ખાડીમાં પડી જતા ખલાસીને ઇજા

પોરબંદર, તા. ર૩ : સુભાષનગર દરિયાકાંઠે નજીકમાં ફીશીંગ કરતી ૩ હોડી વહેલી સવારે ભારે મોંજામાં ભેખડમાં અથડાતા ભાંગી જતા અંદાજે લાખોનું નુકસાન થયું હતું. તમામ ૧પ ખલાસીઓને બચાવ થયો છે.

આ ઘટના દરમિયાન દરિયામાં થોડે દૂર અન્ય ર હોડી મોંજામાં ફસાતા તેના મશીન દરિયામાં ઝટકાવ થઇ ગયેલ હતાં.

અસ્માવતી ઘાટ પાસે હોડીમાં કામ કરતો એક ખલાસી બાજુમાં રહેલી બીજી હોડીમાં કુદમો મારીને જતા પગ લપસતા ખાડીમાં પડી ગયેલ અને ઇજા થતાં ભાવસિંહજી હોસ્પિટલે ખસેડાયેલ છે.

(12:29 pm IST)