Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

વલ્લભીપુર ઘેલો નદીના પુલ પાસેથી વિદેશી દારૂ કાર સાથે એક શખ્સને ઝડપી પાડતી ભાવનગર પોલીસ

ભાવનગર, તા.૨૩: ભાવનગર શહેર/જીલ્લામાંથી પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર જીલ્લામાંથી દારૂ/જુગારની બદી નાબુદ કરવા હાથ ધરેલ ઝુંબેસના ભાગ રૂપે એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટરશ્રી ડી.ડી.પરમાર સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફ પોલીસ કોન્સ. નીતીનભાઇ ખટાણા તથા હેડ કોન્સ. હરેશભાઇ ઉલવાને મળેલ સંયુકત બાતમી આધારે વલ્લભીપુર બજરંગ ચોકડી દ્યેલો નદીના પુલ પાસેથી વહેલી સવારે સેવરોલેટ બીટ કાર રજી નંબરGJ 04 CA 8085 માંથી આરોપી કુલદીપસિંહ વિજયસિંહ જાડેજા ઉ.વ. ૨૬ રહેવાસી તળાજા, નોકરીયાત સોસાયટી જી. ભાવનગરવાળાને બિયરના ટીન નંગ-૪૫૬ (પેટી-૧૯) કિ.રૂ. ૪૫,૬૦૦/- તથા ઇંગ્લીશ દારૂની બોટલ-૧૨ (પેટી-૧) કિ.રૂ. ૬૦૦૦/- તથા કાર તથા મોબાઇલ મળી કુલ રૂપિયા ૨,૦૨,૬૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી મજકુર આરોપી સામે પ્રોહી. એકટ તળે કાયદેસર કાર્યવાહી કરી એસ.ઓ.જી.ની પોલીસ કોન્સ. નીતીનભાઇ કનુભાઇ ખટાણાએ ફરિયાદ આપી વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. મજકુર આરોપીએ પોલીસ સમક્ષ કબુલાત આપેલ હતી કે, પકડાયેલ દારૂનો જથ્થો પોતે રાજસ્થાનથી લાવેલ છે અને પોતાના દ્યરે તળાજા લઇ જતો હતો.

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી.પરમાર સાહેબ તથા એ.એસ.આઇ. જી.પી.જાની તથા પોલીસ હેડ કોન્સ. હરેશભાઇ ઉલવા તથા જીતેન્દ્રસિંહ જાડેજા તથા બલવિરસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકીયા તથા રાજદીપસિંહ ગોહિલ તથા ડ્રાઇવર મહેન્દ્રસિંહ ગોહિલ જોડાયા હતા.

(12:28 pm IST)