Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

ભુજ : સગીરા અપહરણ-બળાત્કાર કેસના આરોપીને ૧૦ વર્ષની સજા

ભુજ, તા. ર૩ : સગીરા બાળાનું અપહરણ કરીને બળાત્કાર ગુજારવાના કેસમાં ભુજ કોર્ટે આરોપીને ૧૦ વર્ષની કેદ અને ર૦ હજારનો દંડ ફટકાર્યો છે. ભુજના નાગોર ગામે રહેતી સગીરાનું ડિસેમ્બર ર૦૧૪માં સુનિલ બારોટ નામના યુવાને અપહરણ કરીને તેની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. આ કેસમાં ભુજ કોર્ટે આરોપી સુનિલ બારોટને પુરાવાના આધારે અપરાધી માનીને ૧૦ વર્ષની સખત કેદ સાથે ર૦ હજારનો દંડ ફટકારતો આકરો ચુકાદો આપ્યો છે. આ કેસમાં અદાલતે આકરૂ રૂખ અપનાવીને આરોપીને જામીન પણ આપ્યા નહોતા.

(12:27 pm IST)