Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

કોડીનારમાં કોટડાગામેથી ૯૯૬ બોટલ ઇગ્લીશ દારૂ સાથે શખ્સ ઝડપાયો

કોડીનાર તા.૨૩: કોડીનારના કોટડાગામેથી ૯૯૬ બોટલ ઇગ્લીશ દારૂ સહિત કુલ રૂ.૪૯૮૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયાની કોડીનાર પોલીસમાં ડી સ્ટાફમાં ફરજ બજાવતા નાસીરખાને ફરિયાદ નોંધાવિ છે.

આ બનાવની વિગત મુજબ પોલીસ મહાનિરિક્ષક શ્રી જુનાગઢ રેન્જ તથા પોલીસ અધિકશ્રી ગીરસોમનાથનાઓની સુચના આધારે નાયબ પોલીસ અધીરક્ષર વેરાવળના માર્ગદર્શન હેઠળ કોડીનાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર કે.વિ.પરમાર, એ.એસ.આઇ, એન.એસ.બાવરીયા, કિશોરબાપુ, નાશીરખાન,રમેશભાઇ, કૌશિકભાઇ, વિશાલભાઇ, જીવણભાઇ વગેરે પોલીસ કાફલો કોડીનાર તાલુકાના વેલણ ઓપીના કોટડા ગામે પ્રોહીબિશન કામગીરી સબબ પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ખાનગીરાહે બાતમી મળેલ કે કોટડા ગામમાં રહેતો શરદભાઇ રામજીભાઇ બાંભણીયા જાતે કોળી પોતાની કબ્જો ભોગવટાની વાડીના મકાનમાં ગેરકાયદેસર દારૂના મોટા પ્રમાણમાં જથ્થો રાખેલ છે જેથી બાતમી વાળી વાડીએ પહોંચતા વાડીમાં આવેલ મકાનમાં એક ઇશમ હાજર હોય જેનું નામ પુછતા પોતાનું નામ શરદભાઇ રામજીભાઇ બાંભણીયા રે.કોટડા વાળો હોવાનું જણાવેલ રૂબરૂ મકાનની તલાસી લેતા એક રૂમમાંથી ૧૧ કોથળા મળી આવેલ જેને ખોલતા તેમાંથી જુમ ટેન્ગો લેમન દમણ બનાવટની ઇગ્લીશ દારૂની ૯૯૬ બોટલો મળી આવેલ આ દારૂના જથ્થા બાબતે પુછતા પોતાને આ દારૂનો જથ્થો જેશીંગભાઇ જીવાભાઇ બાંભણયા રે કોટડા વાળો આપી ગયેલ છે પોલીસે કુલ ૪૯૮૦૦ના મુદ્દામાલ સાથે જઝપી લીધેલ જયારે માનસીંગ અરસી ચુડાસમાને જડપી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે.

 

(12:24 pm IST)