Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

વાંકાનેર, માળીયા મિંયાણામાં જુગારના દરોડાઃ આઠ પતાપ્રેમીઓ પકડાયા

વાંકાનેરમાં જુગારના હાટડા પરથી દારૂની બોટલો પણ મળી

મોરબી તા. ૨૩: મોરબી જિલ્લાના શ્રાવણ માસ પુર્વે જ જુગારનો ધમધમાટ શરૂ થયેલો જોવા મળે છે. વાંકાનેર અને માળિયા મિંયાણામાં જુગાર રમતા વધુ આઠ પતાપ્રેમીઓને પોલીસે ઝડપી લીધા છે.

મોરબી જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડ અને ડીવાયએસપી બન્નો જોષીની સુચનાથી વાંકાનેર સીટી પીઆઇ બી.ટી. વાઢીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ.જે.ધાંધલ, રાજેન્દ્રસિંહ જાડેજા, અરવિંદભાઇ ઓળકિયા, વિરેન્દ્રસિંહ ઝાલા, હરેશભાઇ આગલ, સહદેવસિંહ ઝાલા, સંજયસિંહ જાડેજા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હોય ત્યારે વાંકાનેરના દીવાનપરા વિસ્તારમાં રહેણા઼ક મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીને પગલે પોલીસે દરોડો કરતા જુગાર  રમી રહેલા મકાનમાલિક ચિરાગ કીર્તિકુમાર જોબનપુત્રા, સુનિલ મનસુખ મહેતા, ચેતન ચમન રાઠોડ, શૈલેષ શાંતિલાલ મહેતા અને મનોહરસિંહ જયદેવસિંહ ઝાલા એ પાંચને ઝડપી લઇને રોકડ ૧૮,૧૦૦ તથા બે વિદેશી દારૂની બોટલ કિંમત ૧૨૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

જયારે બીજા દરોડામાં માળિયા પી.એસ.આઇ. જે.ડી. ઝાલાની ટીમ પેટ્રોલીંગમાં હોય ત્યારે મહિપતસિંહ સોલંકીને મળેલી બાતમીને આધારે માળીયાના કોળી વાસમાં ખુલ્લી જગ્યામાં ચાલતા જુગાર પર દરોડો કરતા આરોપી તાજમહમદ વલીમાંમદ કટિયા, ઇકબાલ મહમદભાઇ મોવર અને કરીમ જુમાભાઇ મોવર એ ત્રણને ઝડપી લઇને રૂ. ૧૦,૧૬૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:23 pm IST)