Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં ટ્રક હડતાલ વધુ વેગવંતી કરવા ચિમકી

ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીએશનોની માંગણીઓ તાત્કાલીક પુર્ણ કરવા રજૂઆત

બાબરામાં ટ્રક ટ્રાન્સપોર્ટરો દ્વારા ચક્કાજામઃ બાબરામાં ટ્રાન્સપોર્ટરો અને ટ્રક ચાલકોએ બાબરાનો રાજકોટ ભાવનગર રોડ પર ચક્કાજામ કર્યો હતો વાહનોને રોકી ને હડતાલમાં જોડાવા અપિલ કરી આ તકે મોટી સંખ્યામા ટ્રક ટ્રાન્સપોર્ટરો રોડ ઉપર ઉતર્યા હતા એક કલાક સુધી રોડ પર સૂત્રોચ્ચારો કર્યા હતા ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા મુકવામાં આવેલી માંગણીઓ જો સરકારી નહી સ્વીકારે તો આગામી દિવસોમા ટ્રક હડતાલ વધુ વેગવંતી કરવામાં આવશે બાબરા ટ્રક એસોસિએશનના અગ્રણી પ્રદીપભાઇ બસીયા હીમતભાઇ ગોર મુસ્તાક મેતર શ્યામ રોડલાઇન્સના મનોજભાઇ કનૈયા ગુજરાત ટ્રાન્સપોર્ટના રજાકભાઇ પંછીરાજ ટ્રાન્સપોર્ટના ફીરોજભાઇ તથા ધુધાભાઇ ભરવાડ સહીત મોટી સંખ્યામાં ટ્રક ચાલકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો.(૭.૧૩)

રાજકોટ તા.૨૩: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીએશન દ્વારા હડતાલ યથાવત છે અને જયાં સુધી માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી હડતાલ યથાવત રાખવાની ચિમકી આવી છે.

આ ટ્રક હડતાલને વધુ ઉગ્ર બનાવવાની ચિમકી પણ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીએશન દ્વારા આપવામાં આવી છે.

વઢવાણ

 વઢવાણઃ મુળી તાલુકામા હાલ ટ્રક હડતાલના કારણે ૪૦૦ ટ્રકના પૈડા થોભી જતા ૮૦૦થી વધુ ડ્રાઇવરો અને કલીનરોની રોજગારા અટકી પડતા લોકો મુંઝવણમાં મુકાયા છે અને તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય કરી કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છે મુળી તાલુકામાં અંદાજે ૪૦૦ થી વધુ ટ્રક માલીકો છે.

જેના પૈડા હાલ હડતાલના કારણે થંભી જતા તેમા કામ કરતા ૮૦૦ થી વધુ પરીવારના લોકોના જીવન ગુજરાન પર અસર પડતા લોકો મુંઝવણ અનુભવી રહ્યા છે આ અંગે ડ્રાઇવરો મહિપતભાઇ અશોકભાઇ સહિતનાએ જણાવ્યુ કે અમારા પાસે કોઇ ધંધો ન હોવાથી અમે ટ્રક ડ્રાઇવિંગ કરી અમારા પરીવારનુ ગુજરાન ચલાવીએ છીએ અને હાલ ત્રણ દિવસથી હડતાળના કારણે ટ્રક થંભી જતા અમારા રસોડા પણ થંભી જાય તેવી સ્થિતિ ઉભી થઇ છે.

 

(12:20 pm IST)