Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

શાપર-વેરાવળમાં એપલ મોબાઇલ ફોનના ડુપ્લીકેટ કવર બનાવવાનું કારસ્તાન પકડાયું: ૧ ની ધરપકડ

જે.કે.કેસ કારખાનામાં પીએઇઆઇ સિંધુ તથા પીએસઆઇ વાય.બી.રાણાનો દરોડોઃ ૭૦૦૦ નકલી કવર અને ૬ ડાય સહીત ૧.૯ર લાખના મુદામાલ સાથે નિલેશ મુંજપરાની ધરપકડઃ નિતીન પટેલની શોધખોળ

રાજકોટ, તા., ર૩: શાપર-વેરાવળમાં  એક કારખાનામાં પોલીસે દરોડો પાડી એપલ કંપનીના ડુપ્લીકેટ કવર બનાવવાના કારસ્તાનનો પર્દાફાશ કરી એક શખ્સની ધરપકડ કરી છેે જયારે મુખ્ય આરોપીની શોધખોળ હાથ ધરાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ શાપર-વેરાવળમાં બાલાજી ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં આવેલ જે.કે.કેસ કારખાનામાં એપલ મોબાઇલ ફોનના ડુપ્લીકેટ કવર બનાવાતા હોવાની બાતમી મળતા  શાપર-વેરાવળના પીએસઆઇ આર.જી.સિંધુ તથા પીએસઆઇ વાય.બી.રાણાની ટીમે દરોડો પાડયો હતો.  અને સ્થળ ઉપરથી એપલ મોબાઇલ ફોનના ૭૦૦૦ ડુપ્લીકેટ કવર કબ્જે કર્યા હતા. તેમજ ૬ ડાય સહિત ૧.૯ર લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.  શાપર પોલીસે કોપીરાઇટ તથા ઠગાઇનો ગુન્હો દાખલ કરી નકલી કવર બનાવનાર નિલેશ મુંજપરાની ધરપકડ કરી હતી. જયારે મુખ્ય કારખાનેદાર નિતીન પટેલની શોધખોળ હાથ ધરી છે. વધુ તપાસ પીએસઆઇ વાય.બી.રાણા ચલાવી રહયા છે.

 

(12:19 pm IST)