Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

બોટાદમાં ઘાંચી યુવકની હત્યા

૩ શખ્સો છરીના ઘા ઝીંકીને નાસી છુટયા

ભાવનગર -આટકોટ તા.૨૩: બોટાદનાં હરણકુઇ વિસ્તારમાં નવા મહેસા પાણસ રહેતાં ઇમરાનભાઇ ફરીદભાઇ વડદરીયા-ઘાંચી ઉ.વ.૨૫ બોટાદનાં નવાનાળા અકબરભાઇનાં ગલ્લા પાસે ઉભા હતાં ત્યારે પરવેઝ ઉર્ફે પીમ ઇલીયાસભાઇ અને અન્ય બે સહિત ત્રણ શખ્સોએ છરી-લોખંડનાં પાઇપ વડે ઇમરાનભાઇ ઉપર જીવલેણ હુમલો કરી ઘાતકી હત્યા કરી નાસી છુટયાં હતાં.

આ બનાવની જાણ થતાં જ બોટાદ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. આ બનાવ અંગે મૃતકનાં ભાઇ ઇરફાનભાઇ ફરીદભાઇ વડદરીયા-ઘાંચી એ બોટાદ પોલીસ સ્ટેશનમાં પરવેજ અને અન્ય બે સહિત ત્રણ શખ્સો વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

આ બનાવનાં કારણમાં ફરીયાદીનાં ભાઇ ઇમરાનના પત્ની સાહિષ્તા બેનને એકાદ મહિના પહેલાં આરોપી પરવેઝ ભગાડી ગયેલ  અને તે બાબતે ઝઘડો થતાં આ બનાવ બનવા પામ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે.

(12:18 pm IST)