Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

ઉના પાસે ર પીસ્તોલ અને છરી સાથે ઝડપાયેલા પ શખ્સો જામનગરમાં હુમલાના આરોપીઓ

ઉના, તા. ર૩ : નવાબંદર મરીન પોલીસે તડ ચેક પોસ્ટ પાસે મારૂતી મોટરમાં આવતી પાંચ શખ્સોને પિસ્તોલ, જીવતા કાર્ટીસ જંગ-૭, છરી તંગ-૧, મોબાઇલ ફોન ૮ નંગ, તથા મોટરકાર મળી રૂ. પ લાખ ૪૪,૮૭૦ મુદામાલ સાથે પકડી પાડયા હતાં. આ શખ્સો જામનગરમાં કલમ ૩૦૭ મુજબ હુમલાના આરોપીએ નાસતા ફરતા હતાં. નવાબંદર મરીન પોલીસના પીએસઆઇ સમીરભાઇ મંધરા જુનાગઢ રેન્જ આઇજીપી સુભાષભાઇ જી. દ્વિવેદી તથા જીલ્લા પોલીસ વડા હિતેષભાઇ જોઇસરની સુચનાથી ગુના હીત પ્રવૃતિ અંકુશમાં લેવા જીલ્લાના ડી.વાય.એસ.પી. ડો. જગદીશભાઇ ચાવડાના માર્ગદર્શન હેઠળ વરસતા સરસાદમાં તડ ચેક પોસ્ટ ઉપર સ્ટાફ એસ.વી. સોલંકી , વાય.એસ. બેલીમ, રવિભાઇ બચુભાઇ આવતા જતા વાહનો કડક ચેકીંગ કરી રહ્યા હતાં. ત્યારે દિવ વણાકંબારી તરફથી લાલ કલરની મારૂતી કંપનીની બ્રીઝા મોટરકાર (નં. જીજે-૧૦એચસી-પ૧૪૪)ને રોકાવી અંદર બેઠલ પાંચ શખ્સોનું ચેકીંગ કરતા (૧) આશીફ મહમદભાઇ ખીરા, (ર) ઇકબાલ ઉર્ફે બાઠીયો ઉમરભાઇ નાયક (૩) વસીમ ઇકબાલભાઇ ખફી, (૪) કયુમ હારૂનભાઇ જુકોજા, (પ) ભરતસિંહ તખુભા ઝાલા રે. તમામ જામનગરવાળા પાસેથી ગેરકાયદેસર લાઇસન્સ વગરની પીસ્તોલ નંગ-૧, જીવતા કારતુસ નંગ-૭, છરી નંગ-૧ મળી ત્થા ૮ નંગ કિંમતી મોબાઇલ ફોન મળી આવેલ.

તમામને આર્મ એકટ જીપીએસીટી-૧૩પ ગુનો દાખલ કરી જમીન લે-વેચ દલાલી કરે છે. અને કોઇ મિલ્કત વિરોધી ગુનો કરવાનો અંજામ આપવા આવ્યાનું પોલીસ માની રહી છે. આ અંગે જામનગર પોલીસને જાણ કરતા આરોપીઓ જામનગર પંચ(એ) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કલમ ૩૦૭ ગુનાના આરોપી છે અને પોલીસ ચોપડે નાસતા ફરતા હતા તેથી જામનગર પોલીસ કબ્જો લેવા આવી રહી છે. આ શખ્સો કયા ગુનો કરવાના ઇરાદે આવેલ તેની તપાસ પીએસઆઇ સમીરભાઇ મંધરા કરી રહ્યા છે. કુલ પ લાખ પ૪,૮૭૦ મુદામાલ કબ્જે કરેલ છે.

(12:15 pm IST)