Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

મેંદરડાના વિવિધ પ્રશ્ને રજૂઆત

મેંદરડા : મેંદરડા - જૂનાગઢ જિલ્લાના પ્રભારીમંત્રી જયેશભાઇ રાદડીયાને મેંદરડા તાલુકાના મેંદરડા મધ્યમાંથી પસાર થતો જૂનાગઢ સાસણ રોડ, મેંદરડા પાટરામાં રોડ, મેંદરડા કેશોદ વાયા રાજેશર રોડ, ખીમયાળ થી નાગલપુર રોડ, મેંદરડા થી ઝીંઝુડા રોડ, મધુવંતી નદી પર સામાકાંઠા વિસ્તારને જોડતો નવો પુલ તેમજ પીજીવીસીએલના પ્રશ્નો, ખેડુતોના પ્રશ્નોને લઇ રજૂઆત લેખીતમાં કરવામાં આવેલ. આ તકે મેંદરડા તાલુકા ભાજપના આગેવાનો દેવાણંદભાઇ સોલંકી, એલ.ટી.રાજાણી,  હિરેનભાઇ સોલંકી, હરેશભાઇ ઠુંમર, વિનુભાઇ કથીરીયા, સંજયભાઇ છોડવડીયા, તાલુકા ભાજપના પ્રમુખ ડોલીબેન અજમેરા, ચિરાગભાઇ રાજાણી, મહામંત્રી સવજીભાઇ કાનાણી, દિપકભાઇ બલદાણીયા તેમજ આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવેલ તે તસ્વીર.

(12:13 pm IST)