Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

પ્રભાસ પાટણ અને આજુબાજુની સોસાયટી વિસ્તારોમાં અતિભારે વરસાદમાં વિજકચેરીની સરાહનીય કામગીરી

પ્રભાસપાટણ તા.૨૩ : પ્રભાસપાટણમાં વિજ કચેરીમાં જીઆઇડીસીની પેટા વિભાગ કચેરી -૧માં આવતા પ્રભાસપાટણ સીટી, ભીડીયા બંદર, બાયપાસની હોટલોનો વિસ્તાર, ભાલકા, જીઆઇડીસી સાયગરા અને અલીયાબાળા કોલોની વિસ્તારમાં જયારે ૪ થી પ દિવસ અતિભારે વરસાદ પડવા છતા એક મીનીટ પણ વિજળી ગયેલ નથી અને સતત વરસાદમાં વિજ પ્રવાહ ચાલુ રહેલ છે.

ડે.એન્જીનીયર એમ.યુ.પઠાણ, જુનિયર એન્જીનીયર આર.એસ.ડાભી અને કાર્યપાલક ઇન્જીનીયર લાખાણીના માર્ગદર્શન હેઠળ સ્ટાફની સારી કામગીરીથી આ વિસ્તારોમાં ભારે વરસાદમાં પણ સારી લાઇટની સુવિધા મળેલ છે.

આ બાબતે ડે.એન્જીનીયર એમ.યુ.પઠાણે જણાવેલ કે, અમોએ આ તમામ વિસ્તારોમાં ચોમાસા પહેલા આગોતરા આયોજનના ભાગરૂપે તમામ કામગીરી પુર્ણ કરેલ હતી. જેના કારણે અતિ ભારે વરસાદમાં એક મીનીટ પણ લાઇટ ગયેલ નથી.

ભારે વરસાદમાં ગ્રામ્ય વિસ્તારોમાં અને સમગ્ર ગીર સોમનાથ જીલ્લામાં વિજળી ગુલ થવાની વ્યાપક ફરીયાદો ઉઠવા પામેલ છે. જેમાં પ્રભાસપાટણનાં શહેર વિસ્તારની આ અધિકારીઓ અને કર્મચારીઓની ખૂબ જ કામગીરી છે. જે ગ્રામ્ય વિસ્તારના ફીટરનો જવાબદાર અધિકારીઓએ આમાંથી પ્રેરણા લઇ અને કામગીરી કરવી જોઇએ. જેથી ચોમાસામાં ગ્રામ્ય વિસ્તારમાં પુરતી વિજળી મળી શકે.

(12:11 pm IST)