Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

જૂનાગઢના મહિલા બાલવિકાસ અધિકારીની બઢતી સાથે બદલી થતા વિદાયમાન અપાયુ

કલાસન અધિકારીનું પ્રમોશન સાથે રાજકોટ બદલી કરાઇ

જૂનાગઢ તા.૨૩ : જૂનાગઢ જીલ્લામાં મહિલા અને બાળવિકાસ (આઇસીડીએસ)માં તલાળા અને છેલ્લે મેંદરડા C.D.P.O ( Child Development Programme Officer) સુધી વત્સલાબેન શશીકાંત દવેની શ્રેષ્ઠ કામગીરી ધ્યાને લઇ ગુજરાત સરકારે કલાસવનનું પ્રમોશન આપી રાજકોટ જીલ્લાના પ્રોગ્રામ ઓફીસર (આઇસીડીસી) તરીકે બઢતી આપેલ છે.

વત્સલાબેનને રાજય સરકારે કલાસવન અધિકારીમાં પ્રમોશન આપતા વત્સલાબેનના પરિવારજનો અને નગરશ્રેષ્ઠીઓએ તેમની ભાવિ કામગીરીમાં ખૂબ સફળતા મળે તે માટે એક શુભેચ્છા સમારંભ જૂનાગઢમાં યોજાયેલ.

શુભેચ્છા સમારંભમાં માણાવદરના ધારાસભ્ય જવાહરભાઇ ચાવડા, શ્રીમતી મીતાબેન ચાવડા, એગ્રી યુનિ.ના શ્રી પાઠક, જૂનાગઢ જીલ્લા પંચાયતના નવા વરાયેલા ઉપપ્રમુખ શ્રીમતી ઉમાબેન પ્રવિણભાઇ ચાવડા, બીએપીએસના અગ્રણી લક્ષ્મણભાઇ પીઠીયા, નટુભાઇ ચોકસી સહિતના હસ્તે સન્માન કરી શુભેચ્છાના આશિષ આપેલ.

શુભેચ્છા સમારંભના પ્રતિભાવમાં શ્રી વત્સલાબેનને સરકારી નોકરીમાં પ્રમાણિકતા, નિષ્ઠા અને ફરજ પ્રત્યે વફાદારીની સરકારમાં કદર થાય છે. વત્સલાબેનના પતિ કેયુર ઓઝા જૂનાગઢની અગ્રીણ શૈક્ષણિક સંસ્થામાં સેવા આપે છે.

(12:09 pm IST)