Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

જૂની રૂઢીગત રિવાજોને તિલાંજલી આપી સદકાર્ય દ્વારા સમાજને નવો રાહ

જૂનાગઢના મનસુખભાઇ વાજા પરિવારનું અનુકરણીય કદમ

જૂનાગઢ તા.૨૩ : વર્તમાન સમયમાં સારા પ્રસંગો પાછળ લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. તેવી રીતે લૌકીક ક્રિયા ઉત્તર ક્રિયા જેવી વિધિ પાછળ પણ લોકો રૂપિયા ખર્ચતા થયા છે. જૂનાગઢમાં પિતાના નિધન બાદ રિતરીવાજોને તિલાંજલી આપી સમાજને નવો રાહ ચિંધ્યો છે. જૂનાગઢના સત્યમ સેવા મંડળના પ્રમુખ મનસુખભાઇ વાજાના પિતા સ્વ.મણીભાઇ જીવાભાઇ વાજાનું તાજેતરમાં નિધન થયુ હતુ. ઉત્તરક્રિયા નિમિતે સમાજમાં ચાલતા રિતરિવાજોમાં એક પ્રેરણાદાયી માર્ગ બનાવ્યો છે.

જેમાં ઉત્તરક્રિયામાં દિકરી અને જમાઇને જે કપડા વાસણ (દોઇતર પ્રથા) આપવાની પ્રથા ચાલતી રહી છે. તેમના સ્થાને અનાથ બાળકોને તેમજ જરૂરિયાતમંદ ૧૧૦ બાળકોને ચોપડા, નોટબુક, પેન્સીલ, ફુટપટ્ટી વગેરેની શૈક્ષણિક  કીટ આપેલ હતી તેમજ ઉતરક્રિયાના દિવસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં ૪૫૦૦ સી.સી. બ્લડ જૂનાગઢ સીવીલ હોસ્પિટલ દ્વારા એકઠુ કરવામાં આવેલ હતુ.

આ પ્રસંગે જૂનાગઢના મેયર આદ્યશકિતબેન મજમુદાર, ધારાસભ્ય ભીખાભાઇ જોશી, પ્રદિપભાઇ ખીમાણી, રમેશભાઇ શેઠ, ભરતભાઇ વાંક, હરસુખભાઇ વઘાસીયા, પરાગભાઇ કોઠારી, શીતલબેન જોશી, ગીતાબેન મહેતા, સુશીલાબેન શાહ, રજનીબેન પુરોહિત, ચેતનાબેન મિશ્રાણી, પ્રો.પી.બી.ઉનડકટ, વજુભાઇ ધકાણ, યાકુબભાઇ મેમણ, બટુકભાઇ મકવાણા, જયશ્રીબેન કેસરીયા, ડો.પાર્થભાઇ ગણાત્રા, કિશનભાઇ પરમાર (એડવોકેટ), વસંતભાઇ રાજા, હર્ષાબેન બોરીચાંગર, રણછોડભાઇ સોલંકી વગેરે ખાસ ઉપસ્થિત રહેલ હતા. કેમ્પને સફળ બનાવવા માટે અલ્પેશભાઇ પરમાર, કમલેશભાઇ પંડયા, અરવિંદભાઇ મારડીયા, દેવીદાસભાઇ નેણસાણી, કે.કે.ગોસાઇ, બાબુલભાઇ વાજા, જગતભાઇ વાજા, પ્રજ્ઞેશભાઇ વાજા, જયંતીભાઇ બ્રહ્માણી તેમજ વાજા પરિવારના સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

 

(12:06 pm IST)