Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

BAPSના સ્વંયસેવકો અસરગ્રસ્તોની વ્હારે :ઉનાના ગામોમાં સેવા જ્યોત પ્રગટાવી :માનવધર્મ બજાવ્યો

ફુડ પેકેટમાં સુખડી, ચેવડો અને બિસ્કીટ તેમજ પાણી સહિતની સવલત આપી

ગીર-સોમનાથ જિલ્લાના પૂર પ્રભાવિત વિસ્તારોમાં બોચાસણ વાસી અક્ષરપુરુષોત્તમ સંસ્થાન (BAPS)ના સ્વંયસેવકો પણ જોડાયા છે જિલ્લામાં અતિભારે વરસાદ વરસતા મોટા ભાગનાં ગામોમાં માઠી અસર પડી છે. અસરગ્રસ્ત ગામોમાં ગોઠણબુડ જેટલા પાણી ભરાઇ જતા મકાનોમાં પાણી ભરાયા હતા.ત્યારે ગીરગઢડા બીએપીએસ સંસ્થા (BAPS) દ્વારા ફુડપેકેટ, અનાજકીટ અને આરોગ્યની પ્રાથમિક સવલત પુરી પાડવામાં આવી રહી છે. પાંડેરી અને માણેકપુર ગામે લોકોને મોટી સંખ્યામાં ફુડપેકેટ વિતરણ કરી માનવ ધર્મ અપનાવ્યો હતો.

   ગીર-સોમનાથ જિલ્લામાં છેલ્લા ૧૦ દિવસથી ભારે વરસાદ વરસતા ગીરગઢડા અને ઉના તાલુકાનાં મોટાભાગનાં ગામોમાં પુષ્કળ પ્રમાણમાં પાણીનો ભરાવો થયો હતો અને લોકોને સ્થળાંતર કરવાની સાથે ઘરવખરી પાણીમાં પલળી ગઇ હતી. અસરગ્રસ્તોને ખાધ વસ્તુ વગર પાણીમાં સમય કાઢવાનાં ખરા સમયે સમાજીક સંસ્થાઓએ ફુડપેકટ વિતરણ કર્યા હતા.      બીએપીએસ સંસ્થા દ્વારા ઉના તાલુકાનાં લેરકા, સીલોજ, ખત્રીવાડા ગીરગઢડા તાલુકાનાં કણેરી, પાંડેરી, એભલવડ, આલીદર અને હરમડીયા સહિતનાં પાણી ભરેલા અસરગ્રસ્ત ગામોમાં સોમવારથી અત્યાર સુધી ૧૧૦૦ કુટુંબોને ૧૬૦૦૦ થી વધુ ફુડપેકેટનું વિતરણ કરાયું હતું. પાંડેરી અને માણેકપુર ગામમાં સ્વામી અખંડ મંગલદાસ, સરલ મુરતીદાસ અને સ્વયંસેવકોની ટીમે ફુડપેકેટનું વિતરણ કર્યું હતું. ફુડ પેકેટમાં સુખડી, ચેવડો અને બિસ્કીટ તેમજ પાણી સહિતની સવલત આપવામાં આવી હતી.

  
બીએપીએસ સંસ્થા દ્વારા એક ટન સુખડી, ૫૦૦ કીલો શીરો, ૫૦૦ કીલો લાડુ તેમજ ચેવડો, બિસ્કીટ અને જરૂરીયાતમંદ અસરગ્રસ્ત ગામોમાં અનાજની કિટનું પણ વિતરણ કરાયું હતું. સાથોસાથ પ્રાથમિક સારવાર પણ આપવામાં આવી હતી. બીએપીએસ સંસ્થાનાં ૬૦ સ્વયંસેવકો, ૪૦ મહિલા સ્વયંસેવકો અને અન્ય ૫૦ સેવકો સહિત કુલ ૧૫૦ જેટલા સ્વયંસેવકોની મદદથી સેવાકાર્ય કરવામાં આવી રહ્યા છે. ત્રણ બોલેરો કાર અને એક ટ્રેકટરની મદદથી ઉંડા પાણીમાં પણ આ સંસ્થા દ્વાર ફુડપેકેટનું વિતરણ કરાયું હતું.

(9:15 am IST)
  • કડીના પીરોજપુર હાઇવે પર ટ્રકચાલકોનો ચક્કાજામ: 200 થી વધુ ટ્રકો રોકાઈ મહેસાણામાં ટ્રાન્સપોર્ટ એસોશિયેશનોની દેશવ્યાપી હડતાળના સમર્થનમાં કડીના પીરોજપુર હાઇવે પર ટ્રકચાલકો દ્વારા ચક્કાજામ કરાયો : 200 થી વધુ ટ્રકો રોકાઈ ટ્રક એસોશીએશન દ્વારા ટ્રકો અટકાવાઈ access_time 9:02 pm IST

  • સપ્તાહની શરૂઆતમાં સેન્સેક્સ 75 અંક વધીને ખુલ્યો: નિફ્ટી 11050ની નજીક:સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.25 ટકાનો વધારો : મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં પણ મામૂલી ખરીદારી : સેન્સેક્સ 72 અંક એટલે કે 0.2 ટકાની તેજીની સાથે 36569ના સ્તર પર કારોબાર: નિફ્ટી 28 અંક એટલે કે 0.25 ટકા વધીને 11038 ના સ્તર પર થતો કારોબાર access_time 11:07 am IST

  • અમદાવાદ:એલજી હોસ્પિટલ ના મેડિકલ સુપ્રીટેન્ડન્ટની આગોતરા જમીન ફગાવતી સુપ્રીમ કોર્ટ: ડો. આર સી શાહની જામીન અરજી સુપ્રીમે રદ કરી નાખી :ધરપકડ નહીં કરવા આપેલી રાહત પણ પાછી ખેંચી:ગમે તે ઘડીએ ACB કરી શકે છે ધરપકડ: AMC સત્તાધીશો દ્વારા ACBમાં ગુનો દાખલ કરાયો access_time 8:00 pm IST