Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

ધોરાજી પંથકમા ખેડૂતો ખેત વિજળીના ધાંધીયાને કારણે ખેડૂતો ને નળીયા વાળા ધાબા ઉપર બેસીને રાહ જોવા પડી રહી છે અને હાલ મેઘરાજાને રીજાવવા માટે ખેતરમા રામધૂન કરી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા)ધોરાજી:ધોરાજી પંથકમા ખેડૂતો ખેત વિજળીના ધાંધીયાને કારણે ખેડૂતો ને નળીયા વાળા ધાબા ઉપર બેસીને રાહ જોવા પડી રહી છે અને હાલ મેઘરાજાને રીજાવવા માટે ખેતરમા રામધૂન કરી  હતી
ધોરાજી પંથકના ખેડૂતોને ખેતની વિજળી આપવામા માટે ધાંધીયા થઈ રહયા છે અને ખેડૂતો ને હેરાન પરેશાન થવુ પડી રહયુ છે સમયસર ખેત વિજળી નથી આપતા ધોરાજી ના ખેડૂતો મા નારાજગી જોવા મળેલ છે જેથી  ધોરાજી પંથકના ખેડૂતોએ ખેતરના નળીયા વાળા ધાબા ઉપર બેસી વિજળી ની રાહ જોવા માટે મજબૂર બન્યા હતા અને હાલ ધોરાજી પંથક મા સમય મુજબ નિયમિત રીતે વરસાદ ન આવતા ધોરાજી પંથકના ખેડૂતોમા વરસાદ ન આવતા મેઘરાજા ને રીજાવવા માટે ખેડૂતોએ પોતાના ખેતર મા બેસીને રામધૂન કરવામા આવેલ
ધોરાજીના ખેડૂત જીતુભાઈ વઘાસીયાએ જણાવેલ કે ધોરાજી પંથક મા વરસાદની અપેક્ષાએ વાવણીના શ્રી ગણેશ કરેલ પણ ધોરાજી પંથકમા મેઘરાજા રીસાયા હોય અને વરસાદ આવેલ નથી જેથી ખેડૂતો ની ચિંતા વધી છે ખેતર મા વાવેલ પાક મૂરજાઈ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે ત્યારે  ખેડૂતોએ ખેતર મા બેસી  મેઘરાજા ને રીજાવા માટે રામધૂન કરી હતી અને ખેતર મા વિજળી ના ધાંધીયા હોય સમયસર વિજળી આવતી નથી જેથી ખેડૂતોએ ખેતર મા બનાવેલ નળીયા વાળા ધાબા ઉપર બેસી વિજળીની રાહ જોવાનો વારો આવેલ
આમ ધોરાજી પંથકમા એક બાજુ ખેત વિજળીના ધાંધીયા અને ધોરાજી પંથકમા વરસાદ ખેંચાતા જગત નો તાત ચિંતિત બન્યો હતો
ખેડૂતોએ પોતાના ખેતર પાકની વાવેતર કરી નાખ્ય પણ ખેતર માટે જે વિજળી આપવામા આવે છે તેમા પણ વિજળી આપવામા ધાંધીયા થાય છે જ્યારે જ્યારે પીજીવીસીએલ વિભાગ ને ફોન કરીએ તો ત્યારે તેવો જવાબ આપે કે વિજ સેટીંગ છે શુ ખેડૂતો ને વિજળી આપવી પડે ત્યારે જ વાંધા ઓ પડે છે કારખાનાઓ ઉપર નહી ખેડૂતોએ શુ ખરાબ કર્યુ કે બધુ ખેડૂતો ને જ સહન કરવુ પડે છે ધોરાજી પંથક મા હાલ મેઘરાજા પણ રીસાઈ ગયા છે હજુ ધોરાજી મા જોઈએ તેવો વરસાદ ન થતા ખેડૂતો મૂંઝવણ મા મુકાય ગયા છે
 ધોરાજી પંથક મા કુદરત પણ રુઠી ગયા છે અને મેઘરાજા મન મુકીને વરસતા નથી જેથી ખેડૂતોએ ખેતર મા વાવેલ પાક મૂરજાઈ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે

(8:04 pm IST)