Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

જૂનાગઢ–માંગરોળ વરલી લેતા ૩ શખ્સો પકડાયા

જૂનાગઢ તા.૨૩ સેજની ટાંકી પાસે આવેલ શકિત ચા ની દુકાન વાળી પીન્ટુ મનસુખભાઇ કોળી વરલી મટકાના આંક ફરકનો જુગાર રમી રમાડે છે. તેવી હકીકત વાળી જગ્યા ૨૫ દુકાનની બહાર એક ઇસમ બોલપેનથી એક કાગળની કાપલીમાં આંકડા લખતો જોવામાં આવતા તેને પકડી પાડી તેની પાસે રહેલ વરલી મટકા લખેલ ચીઠ્ઠીઓ તથા રોકડ રકમ કબ્જે કરી સાજીદ અયુબભાઇ શેખ રહે. સુખનાથ ચોક જુનાગઢવાળા પાસે કપાત કરતો હોવાનું અને હાલ આ વરલી મટકાના આંકડા લખેલ ચીઠ્ઠી તેને જ આપવા માટે જતો હોવાનુ જણાવતા. સુખનાથ ચોકમાં આવતા અલંકાર ટોકીઝવાળી ગલીમાં આવતા ત્યા ઇસમ હાજર હોય. પકડી પાડી રોકડ રૃપિયા તેમજ મજકુરની અંગજડતીમાંથી મળી આવેલ મોબાઇલ ફોનની ગેલેરીમાંથી વોટટ્સ એપ  નામના ફોલ્ડરમાં અલગ અલગ વ્યકિતઓ લખાવેલ આંકડાની ચેટ મળી આવેલ મોબાઇલ ફોન કબ્જે કરી એ ડીવીઝન પો.સ્ટે. જુગારધામ હેઠળ પિન્ટ્ર મનસુખભાઇ માલમ કોળી ઉ.વ.૪૫ રહે શક્કરીયા ટીંબે, કૈલાશનગર શેરી નં.૮ જાવીદ ઉર્ફે સાજીદ અયુબભાઇ શેખ મુશ્લીમ ઉ.વ.૨૭ રહે. કુંભારવાડા બારાસૈયદ રોડ સામે ગુન્હો નોંધી રોકડા રૃપિયા ૨૩,૦૧૦/- મોબાઇલ ફોન નંગ–૩ કિમત રૃપિયા ૧૬,૦૦૦/- વરલી મટકાના જુગારનું સાહિત્ય કિં રૃા૦૦/૦૦ મળી કુલ કિં રૃા. ૩૯,૦૧૦/- કબ્જે કરાયેલ છે.

ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢના પો.હેડ કોન્સ. પ્રકાશભાઇ ડાભી તથા પો.કોન્સ. દિપકભાઇ બડવા તથા દિવ્યેશભાઇ ડાભી માંગરોળ પો.સ્ટે વિસ્તાર ખા.વા.માં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ટાવર ચોકમાં હકીકત મળેલ કે, માંગરોળ લાલજી મંદિર સામે ચોકમાં જાહેરમાં ઉમેશ ચંદુલાલ લુહાણા વરલી મટકાના આંક ફરકનો જુગાર રમી રમાડે છે. જે આધારે તપાસ કરતા ઉમેશ ચંદુલાલ તન્ના લુહાણા ઉ.વ.૫૩ રહે. માંગરોળ બારકોટ જીવનધારા કોમ્પલેક્ષને રોકડા રૃપિયા ૧૦,૨૦૦/- મોબાઇલ ફોન નં ૧ કિંમત રૃા. ૧,૦૦૦/- વરલી મટકાના જુગારનું સાહિત્ય કિ.રૃા ૦૦/૦૦ મળી કુલ કિં.રૃા. ૧૧,૨૦૦/- સાથે પકડી પાડેલ છે.

ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ. એચ.આઇ.ભાટી તથા પો.સ.ઇ ડી.જી.બડવા તથા એ.એસ.આઇ.ેવિ.એન.બડવા તથા પો.હેડ કોન્સ. વાય.એસ.જાડેજા, પ્રકાશભાઇ ડાભી તથા પો.કોન્સ.દિપકભાઇ બડવા, ડાયાભાઇ કરમટા, કરશનભાઇ કરમટા, ભરતભાઇ સોનારા, દિવ્યેશભાઇ ડાભી વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

(1:41 pm IST)