Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

ધ્રોલની ઉમિયાજી મહિલા કોલેજમાં યોગ દિવસની ઉજવણી

(હસમુખરાય કંસારા દ્વારા)ધ્રોલ, તા. ૨૩  : શ્રી ઉમિયાજી મહિલા કોલેજના પ્‍લે ગ્રાઉન્‍ડમાં યોગ દિવસની ભવ્‍ય રીતે ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં મહર્ષિ પતંજલીનાં અષ્ટાંગ યોગ (આઠ અંગ) અંગેની સુંદર રજૂઆત તેમજ પ્રાણાયામ (અનુલોમ વિલોમ) , ઓમનાદ, તેમજ આનાપાન અંગે કોલેજના પ્રો. ડો. હેતલ ચોટલિયાએ  માર્ગદર્શન આપ્‍યું.  કાર્યક્રમ સફળ બનાવાવા માટે કોલેજનાં ટી.વાય બી કોમની વિદ્યાર્થીઓ જૈમીની પનારા, હેતવી સવસાણી, શિવાની દલસાણિયા, દિશા ગડારા અને ગોધાણી ધારાએ  નિદર્શન તેમજ દિશા સુચન મુસ્‍કાન ભોગાણીએ આપ્‍યું હતું. ઉમિયા કોલેજની ૫૦૦ બાળાઓ તથા અધ્‍યાપકગણે ઉત્‍સાહ પૂર્વક યોગ - પ્રાણાયામ, ે મેડીટેશન અને એકસરસાઈસ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી. યોગ અંગેના મહર્ષિ પતંજલિનો ઈતિહાસ, મહત્‍વ, ફાયદાઓ તેમજ યોગને જીવન સાથે વણી લેવાનું મહિલા કોલેજના પ્રિન્‍સીપાલ ભગવાનજીભાઈ કાનાણીએ પ્રવચન આપ્‍યું હતું.

(1:37 pm IST)