Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

સાવરકુંડલાના જાબાળ ગામ નજીક કાર ડિવાઇડર સાથે અથડાતા યુવકનું મોત

(અરવિંદ નિર્મળ દ્વારા)અમરેલી, તા.૨૩:  સાવરકુંડલા તાલુકાનાં જાબાળ ગામ નજીક રાજુલા સાવરકુંડલા રોડ ઉપર ગત મોડીરાત્રીનાં ભૌતિક ખુશાલભાઇ જીયાણી ઉ.વ.૨૮ રે.સાવરકુંડલા પોતાની બીએમડબલ્યુ ફોરવ્હીલ જીજે ૧૬બીટી ૭૦૨૫ પુર ઝડપે અને બેફીકરાઇથી ચલાવતા ડીવાઇડર સાથે ગાડી ભટકાવતા ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ મોત નિપજયાનું પિતા ખુશાલભાઇ રમેશભાઇ જીયાણીએ સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ઠગાઇ

સાવરકુંડલા તાલુકાના ગાઘકડા ગ્રા.પં.માં તા.૨/૩/૨૦૦૯ થી તા.૨૯/૬/૨૦૧૧ દરમિયાન તલાટી મંત્રી અલ્પેશભાઇ બાબુભાઇ પરમાર સરકારી નોકર રાજય સેવક હોવા છતા ફરજમાં બેદરકારી દાખવી ઠગાઇ કરવાના હેતુથી જોબ કાર્ડ રજીસ્ટરમાં સરપંચની ખોટી સહિ કરી ખોટા દસ્તાવેજ બનાવી સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસઘાત કર્યાની પંકજકુમાર ચંપકલાલ પરમાર રહે.સાવરકંુડલાવાળાએ સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છ

ધમકી

રાજુલામાં રહેતી યુવતીને પોતે ઘરે હતી ત્યારે રાજુલાના રવિ શાંતીભાઇ ચોૈહાણ ઘરે આવી અપશબ્દો બોલી આબરૂ લેવાના ઇરાદે છેડતી કરી ધમકી આપ્યાની રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પરીણિતાને ત્રાસ

રાજુલાના જુની માંડરડી ગામની સુરત પરણાવેલ આરતીબેન અરવિંદભાઇ વાણીયા ઉ.વ.૨૩ ને નણંદે ચારીત્ર્ય અંગે શંકા કરી પતીને ચડામણી કરતા અરવિંદ માઘાભાઇએ માર મારી ડાઇબેન ઉર્ફે પિન્ટુબેન માઘાભાઇ અરવિંદ માઘાભાઇ, જયાબેન માઘાભાઇ, માઘા ખીમાભાઇ, ગીતાબેન નરેશભાઇ, નરેશ માઘાભાઇ વાણીયાએ અવારનવાર ઝઘડો કરી કરીયાવર પ્રશ્ને ત્રાસ આપી ધમકી આપ્યા ની રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

હામાપુર ગામે બાઇક ચોરાયું

બગસરા તાલુકાના હામાપુર ગામે તા.૨૨/૫ ના ઘારુના નામે ઓળખાતી સીમમાં પાર્ક કરેલ હોન્ડા ડ્રિમ યુગા જીજે ૧૪ એસી ૫૨૬૭ રૂા.૧૫ હજારની કિંમતનું કોઇ ચોરી કરી ગયાની કિશોરભાઇ બોરડે બગસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પરીણિતાને ત્રાસ

સર્વોદય સોસાયટીમાં ખુશ્બુબેન તે રમેશભાઇ નારણભાઇ બોરીચાની દિકરી ઉ.વ.૨૪ ને તેના સાસરીયા અતુલ ઉર્ફે વીકી ભીમજીભાઇ, વીજયાબેન ભીમજીભાઇ, લાલજી ભીમજીભાઇ ચાવડા, કંકુબેન છગનભાઇ સોલંકીએ કરીયાવર પ્રશ્ને મેણા મારી માર મારી દિકરાને છીનવી લઇ ધમકી આપી ઘરેથી કાઢી મુકયાની મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પતિ–પત્ની ઉપર હુમલો

ખાંભા તાલુકાના વાંગ્રઘા ગામે હંસાબેન પાંચાભાઇ રાઠોડના જેઠના દિકરાને ઘણા સમયથી મકાનના પ્લોટ પ્રશ્ને અવારનવાર માથાકુટ થતી હોય જે મનદુઃખ રાખી ભીખા જીણાભાઇ રાઠોડ, ગીતાબેન રાઠોડે ઘકકો મારી ગાળો બોલી પતી અને પત્નીને માર મારી ધમકી આપ્યાની ખાંભા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રોૈઢ ઉપર હુમલો

બલાણા ગામે મેઘાભાઇ પાંચાભાઇ બારૈયા ઉ.વ.૪૫ ના ઘરનું પાણી નાળામાં નીકળતુ હોય તે નાળા પાસે કાના ડાયાભાઇ સોલંકીએ પાળો કરેલ તે મેઘાભાઇના પત્નીએ કાઢી નાખવાનું કહેતા સારૂ નહિં લાગતા માથામાં પત્નીને લાકડુ મારી મેઘાભાઇને લાકડા વડે માર મારી ઘમકી આપ્યાની જાફરાબાદ મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ચલાલા અને રાજુલાના વાવેરામાં જુગારના દરોડા

જિલ્લા પોલીસ વડા હિમકરસિંહની સુચના અને માર્ગદર્શન મુજબ પોલીસે ચલાલા અને રાજુલાના વાવેરામાં જુગારના દરોડાઓ પાડી રોકડ રૂા.૫૭ હજાર ઉપરાંતની રકમ સાથે નવ શખ્સોને ઝડપી પાડયા હતા .ચલાલામાં જાહેરમાં જુગાર રમતા રમેશ ઘારસિંગભાઇ વાઘેલા, જગુ પ્રાગજીભાઇ માથાસુળીયા સહિત ચાર શખ્સોને હે.કોન્સ.ભગીરથભાઇ ઘાઘલે રોકડ રૂા.૮૬૦ સાથે, તેમજ રાજુલા તાલુકાના વાવેરા ગામે કોહારીયા સીમ વિસ્તારમાં બાવકુ લખુભાઇ ઘાખડા, વિજય જીલુભાઇ ઘાખડા, પ્રવીણ ચાપભાઇ કોટીલા સહિત પાંચ શખ્સોને પો.કોન્સ.મેહુલભાઇ પંડયાએ રોકડ રૂા.૫૭૧૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.

(1:43 pm IST)