Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

જામનગરમાં ચોરી કરીને મેળવેલ બીલ વગરના ૨૬ મોબાઇલ સાથે સંજય ઉર્ફે કારીયો મકવાણા ઝડપાયો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા. ૨૩: જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તથા જામ ગ્રામ્‍ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી કૃણાલ દેસાઇના માર્ગદર્શન મુજબ તથા પંચકોશી-બી. ડીવી. પોસ્‍ટેના પો. સબ ઇન્‍સ.જે.ડી.પરમાર સાહેબ તથા ૧/સી પો.સબ ઇન્‍સ. વી.કે. ગઢવી તથા સેકન્‍ડ પો.સબ.ઇન્‍સ. ડી.સી. ગોહીલની સુચનાથી સ્‍ટાફના માણસો પો. સ્‍ટ. વિસ્‍તારમાં મિલ્‍કત સંબંધી ગુન્‍હાઓ શોધવા અંગે પેટ્રોલીંગમાં હતા.

તે દરમ્‍યાન પંચકોશી ‘‘બી'' પોલીસ સ્‍ટેશનના એ. એસ. આઇ. મહીપાલસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્‍સ. નિર્મળસિંહ જાડેજા તથા હરદેવસિંહ જાડેજા ને મળેલ હકીકત આધારે આરોપી સંજય ઉર્ફે કારીયો ભીમજીભાઇ મકવાણા જાતે અનુ. જાતી. ઉ.વ.૨૪ ધંધો મજુરી રહે. હાલ લાખનો બંગલો પ્રજાપતિ વાડીની બાજુમાં શેરી નંબર ૧ રાજકોટ મૂળ રહે. દરેડ ગામ તા. જી. જામનગર વાળા ને ચોરી કે છળ કપટથી મેળવેલ અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ ૨૬, કિ.રૂ.૯૮૫૦૦/- ના મુદ્દ્‌ામાલ સાથે શંકાસ્‍પદ રીતે મળી આવતા શક પડતી મિલકત તરીકે કબ્‍જે કરી એ.એસ. આઇ. એમ. એલ. જાડેજા એ આરોપી વિરૂધ્‍ધ કાયદેસર કાર્યવાહી  કરેલ છે.

આ કાર્યવાહીમાં આઇ/સી  પો. સબ ઇન્‍સ. શ્રી વી.કે ગઢવી તથા સેકન્‍ડ પો. સબ. ઇન્‍સ  ડી.સી. ગોહીલ,એ. એસ.આઇ એમ.એલ. જાડેજા તથા પોલીસ હેડ કોન્‍સ. નિર્મળસિંહ જાડેજા તથા હરદેવસિંહ જાડેજા પોલીસ કોન્‍સ જયદેવસિંહ જાડેજાના ઓ દ્વારા આ કામગીરી કરવામા આવે

(1:31 pm IST)