Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

કેશોદ પાસે ટ્રક હડફેટે માંગરોળનાં યુવાનનું મોત

તુફાનમાં પંચર કરાવતા મોત મળ્‍યુ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૩ : કેશોદ પાસે તુફાનમાં પંચર કરાવતા માંગરોળના યુવાનને ટ્રકે હડફેટે લેતા તેનું મૃત્‍યુ નિપજ્‍યુ હતું.
માંગરોળના હરેશભાઇ રાજુભાઇ ભુવા તા. ૨૦ની વહેલી સવારે કેશોદના માણેકવાડા ગામ પાસે રોડ ઉપર તુફાન ફોર વ્‍હીલરના પંચર કરાવતા હતા.
ત્‍યારે અજાણ્‍યા ટ્રકનાં ચાલકે હરેશભાઇને હડફેટમાં લઇ તેનું મોત નિપજ્‍યુ હતું.
આ અંગેની ફરિયાદના આધારે કેશોદ પોલીસે ટ્રક ડ્રાઇવરની શોધખોળ હાથ ધરી છે.

 

(1:07 pm IST)