Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિની આઈ.સી.એ.આર.ન્‍યુ દિલ્‍હીની જનરલ બોડી અને ગવર્નિંગ બોડીમાં સભ્‍ય તરીકે વરણી

જૂનાગઢ,તા.૨૩: કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિશ્રી પ્રો.(ડો.) નરેન્‍દ્રકુમાર ગોંટિયાની ભારત સરકારના કૃષિ અને કિશાન કલ્‍યાણ મંત્રીશ્રી દ્વારા ગુજરાતમાં કૃષિ સંલગ્ન અને ખેડૂતલક્ષી થઈ રહેલાં કાર્યોને ધ્‍યાનમાં રાખીને ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, ન્‍યુ દિલ્‍હી (આઈ.સી.એ.આર)ની સામાન્‍ય સભા (જનરલ બોડી) અને ગવર્નિંગ બોડી (સત્તા મંડળ)માં ત્રણ વર્ષ માટે સદસ્‍ય તરીકેની વરણી કરવામાં આવેલ છે.
જૂનાગઢ કૃષિ વિશ્વવિદ્યાલય અને ગુજરાત રાજય માટે આ એક ગૌરવની બાબત છે. પ્રો.ગોંટિયા આઈ.સી.એ.આર.ની જનરલ બોડી અને ગવર્નિંગ બોડી દ્વારા રાષ્‍ટ્રીય સ્‍તરે લેવાનાર કૃષિ શિક્ષણ, સંશોધન અને વિસ્‍તરણને લગતા મહત્‍વના નિર્ણયોમાં આગામી ત્રણ વર્ષ માટે પોતાનું યોગદાન આપશે.

 

(1:04 pm IST)