Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

કવિ મનોજ ખંઢેરિયાની ભાવવંદના કાર્યક્રમ સંપન્ન

ગુજરાત રાજ્‍ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરનાં સહયોગથી અને સપ્તક સંગીત વિદ્યાલય જુનાગઢ આયોજિત તથા હાટકેશ ભાતળ મંડળનાં સથવારે રવિવારે નામવર કવિ સ્‍વ.મનોજ ખંઢેરિયાની ભાવવંદના ‘‘શબ્‍દો જન્‍મ્‍યા પરવાળામાં'' કાર્યક્રમ સફળ રીતે સંપન્ન થયો હતો. કાર્યક્રમનું દિપ પ્રાગટય મેયર ગીતાબેન પરમાર અને અતિથિઓ ચેતન ત્રિવેદી, ડોલરભાઈ કોટેચા, પુર્ણિમાબેન ખંડેરિયા, ચંદ્રેશભાઈ હેરમા, કિેશનભાઈ દવે, ધવલભાઈ વસાવડા દ્વારા થયું હતું. જાણીતા કવિ ડો.ઉર્વીશ વસાવડા દ્વારા  મનોજભાઇ ખંઢેરિયાના કાવ્‍યો અને કવનનું વક્‍તવ્‍ય પ્રભાવી રહ્યું હતું. કવિ મહેંદ્રસિંહ પઢિયાર દ્વારા કવિ મનોજભાઇ ખંઢેરિયા દ્વારા લિખિત કવિતાઓનાં પઠનથી સાહિત્‍ય પ્રેમીઓ સાહિત્‍યરસમાં તરબોળ થયા હતા. કવિ ગોવિંદ ગઢવી દ્વારા મનોજભાઈના સ્‍મરણો વાગોળવામાં આવ્‍યા હતા. કવિ મિલિન્‍દ ગઢવીએ કાર્યક્રમનું સંચાલન  તથા કવિની રચનાઓનું ગાયન જાણીતા સંગીતકાર વિપુલ ત્રિવેદી,ખુશાલી બક્ષી, દર્પિત દવે , નિતિન બારડ દ્વારા થયું હતું.  શ્રોતાગણ સંગીત અને સાહિત્‍યનાં સુમધુર સમન્‍વયમાં ડોલી ઉઠયા હતા. તેમની સાથે બાંસુરી સંગત ગૌરવ ભટ્ટી, તબલા કળણાલ વ્‍યાસ, કીબોર્ડ નફીસ દરોગા,પકર્યુંશન જપન બક્ષી દ્વારા થયુ હતું. કાર્યક્રમના પ્રારંભિક ઉદ્‌ઘોષક શ્‍લેષા વૈષ્‍ણવ હતા. કાર્યક્રમને સફળ બનાવવા અમિત બુચ અને સપ્તક સંગીત વિદ્યાલયનાં વિદ્યાર્થીઓએ  જહેમત ઉઠાવી હતી. (તસ્‍વીર- અહેવાલ : વિનુ જોષી જૂનાગઢ)

 

(1:03 pm IST)