Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

મેસેજના માધ્યમથી ભાજપ ઘર - ઘર સુધી પહોંચશે : સી.આર.પાટીલ

સુરેન્દ્રનગર - વઢવાણમાં ભાજપના કાર્યકરો સાથે પ્રદેશ ભાજપ અધ્યક્ષનો સંવાદ : વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિતિ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૨૩ : ભાજપ ગુજરાત અધ્યક્ષ અને સાંસદ સીઆર પાટીલે વન વે વન ડિસ્ટ્રીકટ કાર્યક્રમ હેઠળ પેજ પ્રમુખો અને સુરેન્દ્રનગર જીલ્લાનાં સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે સંવાદ સાધ્યો હતો. અહીં ભાજપના કાર્યકર્તાઓએ સીઆર પાટીલનું ભવ્ય સ્વાગત કર્યુ હતુ. પાટીલે પણ ભવ્ય રોડ શો યોજીને કાર્યકર્તાઓને ચૂંટણી જીતવા માટે હાંકલ કરી હતી.

રાજયમાં ચૂંટણી જીતવા ભાજપ દ્વારા નવો પ્રયોગ શરૂ કરાયો છે. સુરેન્દ્રનગરમાં સીઆર પાટીલે કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે, આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે પ્રચાર માટે ભાજપે નવતર પ્રયોગ કરશે. જેના અનુસંધાનમાં પાર્ટીના કાર્યકર્તાઓએ અન્ય મત વિસ્તારના પોતાના સગા-સંબંધીઓને ફોન અને મેસેજ કરવાના રહેશે. આ મેસેજ દ્વારા બીજેપી ઘર ઘર સુધી પહોંચશે.

ઙ્ગત્યારે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ સુરેન્દ્રનગરમાં એક નિવેદન આપ્યું છે અને પાર્ટી કાર્યકર્તાઓને એક નવતર પ્રયોગ કરવા જણાવ્યું છે.

સુરેન્દ્રનગરમાં કાર્યકર્તાઓે સંબોધતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, 'આખા ગુજરાતમાં તમારા કોઇને કોઇ ઓળખીતાઓ હશે. વિધાનસભા ચૂંટણીના એક મહિના પહેલા જ તમારે તમારા સગાસંબંધીઓને મેસેજ કે ફોન કરવાના રહેશે અને તેમને જાણકારી આપવી કે, તમારા મતવિસ્તારમાં જે ભાજપના ઉમેદવાર છે તેમને મત આપવો. તમારી ભલામણ થશે તો તમારી વાત તમારા સગા ટાળશે નહીં અને તમારો એક ફોન ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મત અપાવશે.'

વન વે વન ડિસ્ટ્રીકટ કાર્યક્રમ અંતર્ગત ભાજપ પ્રદેશ પ્રુમખ સી.આર. પાટીલ સુરેન્દ્રનગરમાં કાર્યકરોની વચ્ચે પહોંચ્યા હતા. જયાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જયાં તેમણે ભવ્ય રોડ શો પણ કર્યો હતો અને આ રોડ શોમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો ઉમટ્યા હતા. જયાં કાર્યકરોને સંબોધતા પાટીલે જિલ્લાની પાંચ બેઠકો જીતાડવા જ નહીં પરંતુ તમામ ઉમેદવારોને પચાસ હજાર વોટોથી જીતાડવા માટે હાંકલ કરી હતી. ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિઓ સાથે બેઠક કરવામાં આવશે.

સર્કિટ હાઉસ, રાજકોટ રોડ પર પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા સંતો-મહંતો, સાહિત્યકારો, કલાકારો તેમજ ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિઓ સાથે બેઠક કરવામાં આવી છે.  પંડિત દીનદયાળ હોલ ખાતે ઓમકાર વિદ્યાલયની બાજુમાં પણ બેઠક યોજાઇ હતી.

(1:01 pm IST)