Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

મોરબી-ટંકારા અને માળીયામાં વરલીના જુગાર ઉપર દરોડા : ૩ પકડાયા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ર૩ :  મોરબી, ટંકારા અને માળીયા મિંયાણામાં વરલીના જુગાર ઉપર પોલીસે દરોડા પાડી ત્રણ શખ્‍સોને ઝડપી લીધા હતા.

પ્રથમ દરોડોમાં મોરબી એલ.સી.બી. પી આઈ એમ આર ગોઢાંણીયાની સુચનાથી પો.સબ.ઇન્‍સ. એન.બી.ડાભી, એન.એચ. ચુડાસમાતથા એલ.સી.બી. સ્‍ટાફના માણસો કાર્યરત હતા તે દરમ્‍યાન PC ભગીરથસિંહ ઝાલા તથા ભ્‍ઘ્‍ સંજયભાઇ રાઠોડને સંયુકતમાં બાતમી મળી હતી કે, ભડીયાદ કાંટા પાસેથી જાહેરમાં વર્લીફીચરનો જુગાર રમાય છે. જેના આધારે દરોડો પાડતા આરોપી અકબરઅલી ઝાફરઅલી ખોજ વર્લી સાહિત્‍ય તથા રોકડ રકમ રૂ.૧૦,૬૦૦/- ના મુદામાલ સાથે રંગે હાથ ઝડપાયો હતો. જ્‍યારે પોલીસ તપાસમાં તેના સાગરીત અફઝલ ઉર્ફે જલો અકબરભાઇ સિપાઇનું નામ ખુલતા પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્‍યા હતા.

બીજા દરોડામાં મોરબી એલસી.બી. મોરબીના પો.સબ.ઇન્‍સ. એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમાતથા એલ.સી.બી. સ્‍ટાફના માણસો કાર્યરત હતા દરમ્‍યાન PC દશરથસિંહ પરમાર તથા PC ભરતસિંહ ડાભીને સંયુકતમાં બાતમી મળી હતી કે,મોરબી-ટંકારા હાઇવે રોડ પર આવેલ દેવચંદ બાપની હોટલના ગ્રાઉન્‍ડમાં જાહેરમાં અમુક ઇસમો વર્લીફીચરનો જુગાર રમે છે. જેના આધારે પોલીસે દરોડા પાડયા હતા. જ્‍યાં આરોપી અસલમશાહ રમજુશાહ શામદાર વર્લીફીચરનો જુગાર રમતો મળી આવ્‍યો હતો. જેથી પોલીસે તેની ધરપકડ કરી વર્લી સાહિત્‍ય, મોબાઇલફોન તથા રોકડ રકમ રૂ.૧૪,૫૦૦/- મળી કુલ રૂ. ૧૫,૫૦૦/-નો મુદામાલ કબ્‍જે કર્યો હતો અને તેની વિરૂધ્‍ધ જુગારધારા કલમ ૧૨ (અ)મુજબ ટંકારા પોલીસ સ્‍ટેશન ખાતે ગુનો દાખલ કરાવી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રીજા દરોડામાં માળીયા મી પોસ્‍ટઓફીસ પાસે જાહેરમા સલીમ કાસમભાઇ સંધવાણી વર્લી ફીચરના આંકડા લખી રૂપિયાની હારજીતનો નશીબ આધારિત જુગાર રમી/રમાડતા વરલી ફીચરના સાહિત્‍ય તથા રોકડા રૂપીયા-૪૫૦/- ના મુદ્દામાલ સાથે માળીયા પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

બાઇકની ચોરી

ફરિયાદી સંજયભાઇ રમેશભાઇ વણોલએ પોલીસ ફરિયાદમાં જણાવ્‍યું હતું કે, તેણે બેર ટોકીઝ સામે, સુફીયાન ગેરેજની બાજુમા આવેલ ઇન્‍ડાની લારીની બાજુમાથી, નેશનલ હાઇવે મોરબી-૨ પાસે રૂપીયા-૨૦,૦૦૦/ ની કિંમતનું તેનું બાઇક હિરો કપનીનુ સ્‍પેલન્‍ડર પ્‍લસ મો.સા રજી નંબર- જી.જે.૩૬.કયુ.૧૦૪૮ પાર્ક કર્યુ હતું જે ચોરી થઇ ગયાની બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ થઇ છે.

(1:01 pm IST)