Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

મોરબીના મચ્‍છીપીઠ વિસ્‍તારોમાં ડીમોલીશન, રોડ પર નડતરરૂપ દુકાન અને ઓટલા તોડી પાડયા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા), મોરબી,તા.૨૩: મોરબી શહેરના વિવિધ વિસ્‍તારમાં ગેરકાયદેસર દબાણો ખડકી દેવામાં આવ્‍યા હોય જેથી ટ્રાફિક સમસ્‍યા વિકરાળ બની છે ત્‍યારે નગરપાલિકા તંત્ર આવા દબાણો હટાવવા રહી રહીને પણ જાગ્‍યું હોય અને દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે જેમાં મચ્‍છીપીઠ વિસ્‍તારમાં નડતરરૂપ દબાણો હટાવાયા હતા.

મોરબી નગરપાલિકાની ટીમ દ્વારા આજે પોલીસના ચુસ્‍ત બંદોબસ્‍ત સાથે મચ્‍છીપીઠ વિસ્‍તારમાં ડીમોલીશન કરાયું હતું મચ્‍છીપીઠ વિસ્‍તારમાં ટ્રાફિકને નડતરરૂપ દબાણો ખડકી દેવામાં આવ્‍યા હોય જે હટાવવાની કામગીરી પાલિકા તંત્રએ કરી હતી જેમાં રોડ પર ખડકી દીધેલ ૧૨ થી વધુ દુકાન અને ઓટલા તોડી પાડવામાં આવ્‍યા હતા.

૭ દિવસ પૂર્વે નોટીસ આપવા છતાં દબાણો દુર નહિ થતા પાલિકા તંત્રએ કાર્યવાહી કરી હતી પોલીસના ચુસ્‍ત બંદોબસ્‍ત સાથે દબાણ હટાવો કામગીરી કરવામાં આવી હતી જોકે કેટલાક વિસ્‍તારોમાં દબાણો હટાવ્‍યા બાદ ફરી ખડકાઈ જતા હોય છે ત્‍યારે પાલિકા તંત્ર આવા દબાણો ફરીથી ના ખડકી દેવાય તેની તકેદારી રાખે તેવી પણ લોકમુખે ચર્ચા જોવા મળી હતી.

 કેનાલમાં ડૂબી જતા યુવાનનું મોત

લીલાપર ગામ નજીક આવેલ કેનાલના પાણીમાં ડૂબી જતા ૨૦ વર્ષના યુવાનનું મોત થયું છે જે બનાવ મામલે તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

જે બનાવની પ્રાપ્‍ત વિગતો અનુસાર લીલાપર ગામના રહેવાસી શ્‍યામ ભરતભાઈ અગોલા (ઉ.વ.૨૦) નામના યુવાન ગામ નજીકની કેનાલના પાણીમાં ડૂબી જતા મોત થયું હતું જેથી પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્‍પિટલ ખસેડી વધુ તપાસ ચલાવી છે જોકે યુવાન અકસ્‍માતે પાણીમાં ડૂબી ગયો છે કે આપઘાતનો બનાવ છે તે સ્‍પષ્ટ થયું નથી મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:53 pm IST)