Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

લાઠી પોલીસ સ્‍ટેશનનું વાર્ષિક ઇન્‍સ્‍પેકશન

અમરેલી,તા. ૨૩ : અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબનાઓ દ્વારા લાઠી પોલીસ સ્‍ટેશનનું વાર્ષિક ઇન્‍સ્‍પેકશન હાથ ધરવામાં આવેલ હતું. આ ઇન્‍સ્‍પેકશન દરમિયાન જુદા-જુદા કાર્યક્રમો યોજવામાં આવેલ હતા.

પોલીસ અધિકારી/ કર્મચારીઓની પરેડ લેવામાં આવેલ અને પરેડ કૌશલ્‍ય, ટર્ન આઉટ જેવા પાસાઓ ચકાસવામાં આવેલ હતા.

લાઠી પોલીસ સ્‍ટેશનના રેકર્ડની તપાસણી કરવામાં આવેલ વાર્ષિક ઇન્‍સ્‍પેશન અનુસંધાને કાયદો અને વ્‍યવસ્‍થાની સમીક્ષા કરી, લાઠી પોલીસ સ્‍ટેશનના પોલીસ અધિકારી/ કર્મચારીઓની ડીટેકશન, આરોપી પકડવાની કામગીરી, અટકાયતી પગલા, પ્રોહિબીશન અને જુગાર લગત કામગીરી, ટ્રાફિક લગત કામગીરીની સમીક્ષા કરવામાં આવેલ તેમની સારી કામગીરી બદલ અભિનંદન પાઠવવામાં આવેલ તથા વધુ પરિણામલક્ષી કામગીરી કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવેલ.

લાઠી પોલીસ સ્‍ટેશનના પોલીસ કર્મચારીઓની સાથે ચાર્ચ કરી તેમની રજુઆત સાંભળી, તેમના પ્રશ્‍નોના નિરાકરણ માટે કાર્યવાહી કરવામાં આવેલ.

લાઠી પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના લોકો સાથે સંવાદ યોજી, સાયબર ક્રાઇમ, ટ્રાફિક અંગે જરૂરી માહીતી અને સમજ આપી,લોકોની કાયદો અને વ્‍યવસ્‍થા લગત સમસ્‍યાઓ સંભાળી, તેમના પ્રશ્‍નોના નિરાકરણ અંગે કાર્યવાહી કરવામાં આવેલ. લોકોને નીડર બની, તેમની ફરિયાદ નોંધાવવા તેમજ લોકોની આજુબાજુમાં બનતી કોઇ પણ અસામાજિક પ્રવૃતિ અંગે પોલીસને જાણ કરવા સમજ કરી.

લાઠી ટાઉજનમાં આવેલ અનુસુચિત જાતિ રહેણાંક વિસ્‍તારની વિઝીટ કરવામાં આવેલ. અનુસુચિત જાતિના લોકો સાથે સંવાદ યોજી, બંધારણ દ્વારા મળેલ હક્ષ્કો અંગે માહિતી અને સમજ આપેલ. તેમના બાળકોને શિક્ષણ અપાવવા અને વ્‍યસનથી દૂર રહેવા માર્ગદર્શન આપેલ. તેમજા પ્રશ્‍નો અંગે ચચાસ્‍ કરી, તેમની રજુઆતો સાંભળી.

લાઠી પોલીસ લાઇનની વિઝીટ કરી, પોલીસ લાઇનમાં રહેતા પોલીસ પરિવારોની મુલાકાત લીધેલ તથા પોલીસ લાઇનની સ્‍વચ્‍છતા અંગે મુલ્‍યાંકન કરેલ. પોલીસના રહેણાંક મકાનો લગત પ્રશ્‍નો અંગે પોલીસ પરિવારના મહિલાઓ સાથે ચર્ચા કરી. તેમની રજુઆતોનું સ્‍થળ પર જ નિરાકરણ લાવવામાં આવેલ.

વાર્ષિક તપાસણી પૂર્ણ થતા, વાર્ષિક કામગીરીનું મુલ્‍યાંકન કરી, નોટ રીડીંગ દરમ્‍યાન જિલ્લા પોલીસ વડા દ્વાનરા લાઠી પોલીસ અધિકારી/ કર્મચારીઓને સારી બાબતોને જાળવી રાખવા અને ક્ષતિઓને સુધારવા જરૂરી સુચનો અને ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવેલ.F

(12:52 pm IST)