Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

અમરેલી શહેર, તાલુકા કોંગ્રેસ દ્વારા જંગી ધરણા કાર્યક્રમ યોજાયો

રાહુલ ગાંધી પર થઇ રહેલ સરકારના જોહુકમની વિરોધમાં

અમરેલી તા. ર૩ : કેન્‍દ્ર સરકારના ઇશારે એન્‍ફોર્સમેન્‍ટ ડીરેકટરેટ દ્વારા સતત ત્રીજા દિવસે પુર્વ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને પાયા વિહોણા અને ખોટી રીતે ઉભા કરેલા નેશનલ હેરાલ્‍ડ કેસમાં સમન્‍સ પાઠવવામાં આવ્‍યા છે. કોઇપણ પુરાવા કે હકીકતોના આધાર વિના ઇડીનો વ્‍યકિત, દ્વેષ અને રાજકીય કિન્નાખોરી માટે દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છ.ે

અત્‍યંત આઘાતજક બાબતરૂપે પોલીસે એ.આઇ.સી.સી.ની વડામથકમાં બળજબરી પુર્વક પ્રવેશ કર્યો અને અંદર રહેલા કાર્યકર્તા અને નેતાઓને બેરહેમીથી માર્યા હતા.

સત્‍ય માટેની આ લડાઇ આ એકતા અને શાંતિપૂર્વક દેખાવોને કચડી નાખવા માટે કેન્‍દ્રનું શાસન હતાશાપુર્વક, પાશવી બળનો ઉપયોગ કરી રહ્યું છે. ન્‍યાય માટેની આ લડત સાથે જોડાવા અને એ.આઇ. સી. સી.ના વડામથકની કામગીરીને અવરોધવા સહીત પોલીસ રાજના વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશભાઇ ઠાકોરની સુચના અનુસાર અમરેલી જિલ્લા તથા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા શાંતિપૂર્વક અને અહીસક રીતે જંગી ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે. રૈયાણી, અમરેલી જિલ્લા કોંગ્રેસ અગ્રણી શરદભાઇ ધાનાણી, અમરેલી જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ ટીકુભાઇ વરૂ,મહામંત્રી જનકભાઇ પંડયા, અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ સંદીપ પંડયા, અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષભાઇ ભંડેરી, અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ દેવરાજભાઇ બાબરીયા, અમરેલી વિધાનસભા યુવક કોંગ્રેસ પ્રમુખ મોનીલ ગોંડલીયા, અમરેલી શહેર યુવા કોંગ્રેસ પ્રમુખ તેજસ મસરાણી, પરવેજભાઇ ધાનાણી, જયરાજભાઇ મયાત્રા, શરદ મકવાણા, ચંદુલાલ બારૈયા, જયરાજભાઇ જળુ, જમાલભાઇ મોગલ, પરવેઝ ચૌહાણ, હાર્દિક કનાડા, બાબુભાઇ, શંભુભાઇ દેસાઇ, નરેશભાઇ અધ્‍યારૂ, કે.કે.વાળા, અમરેલી નગરપાલિકા વિરોધપક્ષના નેતા સમીરભાઇ કુરેશી, નગરપાલિકા સદસ્‍ય અસરફ રાઠોડ, ફેજલભાઇ ચૌહાણ, શાંતિભાઇ માંગરોળીયા, ઉમદેવભાઇ ભડકણ, નિલેશભાઇ જસાણી, રમેશભાઇ ગોહીલ, બક્ષીપંચ મોરચા પ્રમુખ રામભાઇ દવે, જગદીશભાઇ પાનસુરીયા, પ્રવિણભાઇ કમાણી, જગદીશભાઇ તળાવીયા, ભરતભાઇ હપાણી, રવજીભાઇ મકવાણા, અમરેલી તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ જીતુભાઇ વાળા, મનુબાપુ ગોંડલીયા, અમરેલી શહેર કોંગ્રેસ ઉપ્રમુખ ડી.ડી.પરમાર સહિતના કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(12:50 pm IST)