Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

શાપરમાં દેવીપૂજક બંધુ અજય અને વિશાલને અજાણ્યાએ છરી ઝીંકી

રાજકોટ તા. ૨૩: શાપર વેરાવળમાં   ગુજરાત ગેઇટ પાસે ઝૂપડામાં રહેતાં અજય રમેશભાઇ પરમાર (ઉ.૨૨) અને તેના ભાઇ વિશાલ રમેશભાઇ પરમાર (ઉ.૧૮) નામના બે દેવીપૂજક ભાઇઓને સાંજે ઘર નજીક ઉભા હતાં ત્યારે બે અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારી છરીથી ઇજા કરતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

અજયના બા મંજુબેનના કહેવા મુજબ મારા દિકરા ઉભા હતાં ત્યારે અજાણ્યા શખ્સોએ અહિ શું કામ ઉભા છો? તેમ કહી ગાળો દઇ હુમલો કર્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરી હતી.

(11:59 am IST)