Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

નંદનવનમાં નેપાળી દંપતિની બે માસની દિકરીનું મોત

અચાનક બેભાન થઇ જતાં હોસ્પિટલમાં ખસેડાઇ પણ...

રાજકોટ તા. ૨૩: દોઢસો રીંગ રોડ પર નંદનવન સોસાયટીમાં તપોવન સ્કૂલ પાછળ સરમણ એપાર્ટમેન્ટમાં ચોકીદારની રૂમમાં રહેતાં અને ચોકીદારી કરતાં નેપાળી લક્ષમણ બહાદુરની દિકરી ઇશુ (ઉ.૨ માસ) અચાનક બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ તેનું મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકી મારફત જાણ થતાં તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. નેપાળી દંપતિનું આ પહેલુ જ સંતાન હતું.

(11:55 am IST)