Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

વાંકાનેર પાલિકાની બોડીને નોટીસ આપીને મારી કારકિર્દી પુરી કરવા ષડયંત્ર : જીતુભાઇ સોમાણી

રવિવારે રઘુવંશી સમાજ સહિત સર્વ સમાજને સંમેલનમાં ઉમટી પડવા પાલિકા પૂર્વ પ્રમુખની હાકલ : વાંકાનેર લોહાણા મહાજન વાડીમાં મીટીંગ યોજાઇ

તસ્‍વીરમાં મીટીંગને સંબોધન કરી રહેલા વિનુભાઇ કટારીયા તથા રાજભાઇ સોમાણી તસ્‍વીરમાં નજરે પડે છે જયારે બીજી તસ્‍વીરમાં ઉપસ્‍થિત જંગી મેદની તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીર : લિનેશ-ચંદારાણા-વાંકાનેર)
(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા. ર૩ :  વાંકાનેર પાલીકાને કોઇપણ કારણ વગર નગરપાલીકાની બોડીને ડીસ્‍કવોલીફાઇડ કરવાના ઇરાદે આપેલ છે. આ નોટીસમાં કોઇ દમ નથી કે વાત માત્ર ને માત્ર મારી કારકીર્દી પુરી કરવા અને મને દબાવવા માટેનું ષડયંત્ર છે. તેમ પાલિકાના પૂર્વ પ્રમુખ જીતુભાઇ સોમાણીએ જણાવ્‍યું છે.
મે ધાર્મિક, સામાજીક તથા રાજકીય ક્ષેત્રે કામ કર્યા ગમે તે સમાજ હોઇ ગમે તેવી વાંકાનેર ઉપર આફત આવી હોય જેવી કે ભૂકંપ હોય વાવાજોડુ હોઇ, પુર હોનારત કે કોરોના જેવી મહામારીમાં રાત-દિવસ જોયા વગર કામ કરેલ છે. જેથી તા. ર૬ ને રવીવારે સાંજે ૭-૩૦ કલાકે ટાઉન હોલ ખાતે આ સંમેલનમાં ઉમટી પડવા ભાજપ અગ્રણી અને રઘુવંશી જ્ઞાતિના અગ્રણી જીતુભાઇ સોમાણી એ હાકલ કરી છે.
આ સંમેલનમાં વાંકાનેર નગરપાલીકાને મળેલ નોટીસ તેની તમામ વિગતો જીતુભાઇ સોમાણી જંગી જનસંમેલનમાં રજુ કરશે અને હમ લડેંગે યા મરેંગે મરતે દમ તક લડેંગે દેખતે હૈ જીત કીસ કી હોતી હૈ સત્‍ય કી યા અસત્‍ય કી.
સમગ્ર આ જંગી જન સંમેલનનું નેતૃત્‍વ જીતુભાઇ સોમાણી, લોહાણા સમાજના વિનુભાઇ કટારીયા, રાજભાઇ સોમાણી તથા સુનિલભાઇ ખખ્‍ખર તેમજ ધર્મેશભાઇ ભીંડોરા, મહાજન પ્રમુખ કાકુભાઇ મોદી, ઉ.પ્રમુખ રમેશભાઇ અખેણીએ જન સંમેલનને સફળ બનાવવા કમાન હાથમાં લીધી છે.
ગઇકાલે તા. રર ને બુધવારે રાત્રે અત્રેની શ્રી લોહાણા મહાજનવાડીમાં લોહાણા મહાજન, લોહાણા યુવક મંળ તથા સોશ્‍યલ ગૃપના તમામ લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.
જ્ઞાતિના શ્રેષ્‍ઠીઓ વડીલો જેમાં રાજુભાઇ રાજવીર જીતુભાઇ કોટક આર.ટી. કોટક, વજુ રાજાણી, ચંદુભાઇ હાલાણી, કિશોરભાઇ પુજારા તથા મુન્નાભાઇ બુધ્‍ધદેવ, શ્‍યામભાઇ કોટક ગીરીશભાઇ કાનાબાર વગેરેની પ્રેરક હાજરીમાં સૌ રઘુવંશી સમાજના દરેક કાર્યકરોને આ જંગી જન સંમેલનમાં જોડાવા તથા દરેક સમાજના લોકોને સંમેલનમાં લઇ ઉપસ્‍થિત રહેવા વિનુભાઇ કટારીયા એ ઉપરોકત મીટીંગમાં હાકલ કરી હતી.
અંતમાં વિનુભાઇ કટારીયા, ગીરીશભાઇ કાનાબાર તથા રાજાભાઇ સોમાણીએ દસ હજારથી પણ વધુ લોકો ઉમટી પડે અને ગ્રાઉન્‍ડ પણ ટુકુ પડે તેવી પરિસ્‍થિતિ ઉભી થાય તેમ લોહાણા સમાજના દરેક કાર્યકર્તાઓએ આપણે પોતાનું છે તેમ સમજી કામે લાગી જવાનું જણાવેલ હતું.

 

(11:53 am IST)