Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

મોરબીમાં સતત બીજા દિવસે પોલીસનું ફૂટ પેટ્રોલીંગ : 15 ટપોરીઓને રાઉન્ડઅપ કરાયા

10થી વધુ બાઈક ડિટેઇન, ગેરકાયદે લારી-ગલ્લાના ધારકોને કડક સૂચના

મોરબી : મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે પોલીસે સતત બીજા દિવસે પણ ફૂટ પેટ્રોલીગ કર્યું હતું. ખાસ કરીને આવરા તત્વો તેમજ લુખ્ખાઓ જે સીન નાખતા હોય તેવા 15 જેટલા ટપોરીઓને રાઉન્ડઅપ કર્યા હતા અને 10થી વધી બાઈક ડિટેઇન કરી ગેરકાયદે લારી-ગલ્લાના ધારકોને કડક સૂચના આપી હતી.

મોરબીમાં ગૃહમંત્રી વિઝીટને લઈને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની જાળવણી કરવા માટે આજે સતત બીજા દિવસે એ ડિવિઝન પોલીસ એક્શનમાં આવીને શહેરભરમાં સઘન કોમ્બિંગ કર્યું હતું. જેમાં એ ડિવિઝન પીઆઇ એમ.પી. પંડ્યા સહિતના સ્ટાફે જેલરોડ ઉપરના મકરાણી વાસ, વાઘપરા, મતવા વાસ સહિતના વિસ્તારોમાં 15 જેટલા ટપોરીઓને ઉઠાવી લીધા હતા.10થી વધુ બાઇક ડિટેઇન કરી શહેરમાં ટ્રાફીકને નડતરરૂપ લારી ગલ્લાના દબાણો હટાવી લેવાની સૂચના આપી હતી.
આ ઉપરાંત જેલની સામે બેસતા હોય તેવા શંકાસ્પદ લોકો સામે પણ કાર્યવાહી કરાઈ હતી અને સીન જમાવતા લુખ્ખા તત્વોને કાયદાના પાઠ ભણાવ્યાં હતા. તેમજ આવી રીતે કાયમી સઘન પેટ્રોલીગ કરવા પોલીસે જણાવ્યું હતું.

(12:26 am IST)