Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

મોરબીના ધરમપુર ગામે યુવાન હત્યા પ્રકરણમાં આઠ આરોપીઓ ઝડપાયા

મોરબીના ધરમપુર ગામે મહિલા સાથે મગજમારી કરીને મારામારી કરનાર બે શખ્સોને ગ્રામજનોએ પકડીને માર્યા હોય જેમાં એક યુવાનનું મોત થતા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી તપાસ ચલાવી હતી જેમાં આઠ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે  
મોરબીના ધરમપુર ગામના રહેવાસી મંજુબેન ભરતભાઈ કોળીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે આરોપી જાદવ ઉર્ફે જાદાભાઈ, બેચર ભરવાડ, બેચરભાઈ ભરવાડનો ભાઈ સલીયો ભરવાડ, મયલો કોળી, મયલાનો ભાઈ સંજય કોળી, બળીઓ કોળી, બળીઓ કોળીના સંબંધી વાવડીથી રહેવા આવેલ છે, સીવો કોળી અને સિવા કોળીનો દીકરો બાબો કોળી એમ નવ લોકોએ ફરિયાદી મંજુબેનના પતિ ભરતભાઈ કોળી સાથે અગાઉ ઝઘડો થયેલ જેનો ખાર રાખી એક સંપ કરીને માર માર્યો હતો જે બનાવમાં ફરિયાદી મંજુબેનના માનેલા ભાઈ જગદીશભાઈ અને તેની પત્ની કાજલબેન ઝઘડો કરતા હોય જેથી તેના પતિ તેના ઘરે છોડાવવા ગયેલ ત્યારે નવ ઇસમોએ આવીને માનેલા ભાઈ જગદીશભાઈને ઈજા કરી તેમજ પતિ ભરતભાઈને લાકડીઓ વડે આખા શરીરે ઈજા કરતા મોત થયું હતું જે મારામારીના પ્રકરણમાં યુવાનનું સારવારમાં મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો જેને પગલે તાલુકા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી
જેમાં આરોપી જાદવભાઈ ઉર્ફે જાદાભાઈ લઘુભાઈ વડેચા (ઉ.વ.૫૫) (રહે નવા ધરમપુર તા. મોરબી), બેચરભાઈ ગોવિંદભાઈ રાવા (ઉ.વ.૩૩) ( રહે નવા ધરમપુર તા. મોરબી મૂળ રહે મોટી બરાર માળિયા), શૈલેશ ઉર્ફે સલીયો હકાભાઇ રાવા (ઉ.વ.૨૯) (રહે નવા ધરમપુર તા. મોરબી મૂળ મોટી બરાર માળિયા, મહિપતભાઈ ઉર્ફે મયલો માધુભાઈ ઉપસરીયા (ઉ.વ.૩૬) (રહે જુના ધરમપુર તા. મોરબી), સંજય ઉર્ફે સજ્લો માધુભાઈ ઉપદરિયા (ઉ.વ.૩૦) (રહે નવા ધરમપુર તા. મોરબી) બળદેવ ઉર્ફે બળીયો રવજીભાઈ ઉપસરીયા (ઉ.વ.૨૫) (રહે નવા ધરમપુર તા. મોરબી), શીવાભાઈ કાનજીભાઈ દારોરા (ઉ.વ.૬૫) (રહે હાલ નવા ધરમપુર મૂળ નેકનામ ટંકારા) અને રમેશ ઉર્ફે બાબો શીવાભાઈ દરોરા (ઉ.વ.૩૩) (રહે નવા ધરમપુર તા. મોરબી મૂળ નેકનામ ટંકારા )એમ આઠ આરોપીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(12:49 am IST)