Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

ધોરાજીમાં સ્ક્રેપના ધંધાર્થીઓના ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી હાથ ધરાશે:મામલતદાર

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજીને ઘરની ધોરાજી સમજી સ્ક્રેપનો કારોબાર કરતા તેમજ જુના વાહનો ભાંગી તેનો વેપાર કરતાં અનેક આસામીઓ દ્વારા ધોરાજી શહેરના મેળાના મેદાનમાં તેમજ લાટી પ્લોટ અને સાઈડીંગપ્લોટ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો ઉભા કરાયા હોવાના મુદ્દે ધોરાજીના મામલતદાર કે. ટી. જોલાપરા એ પત્રકારોને જણાવેલ કે કોઈપણ પ્રકારના ગેરકાયદેસર દબાણો સાંખી લેવાશે નહીં, તેમજ ધોરાજીમાં આવેલા બંને મેળાના મેદાન સરકાર હસ્તકના છે તેમાં થયેલા દબાણો કે શહેરના અન્ય વિસ્તારોમાં જે દબાણ ઉભા થયા છે તેની અમો તાત્કાલિક અસરથી તપાસ હાથ ધરી દબાણો દૂર કરવા માટે કામગીરી હાથ ધરીશું સરકાર હસ્તકની જમીન હોય તે ધોરાજીની ફૂટપાથો પર ગેરકાયદે દબાણ હોય તો તે બાબતે ધોરાજી નગરપાલિકાને જરૂરી સૂચનાઓ આપવામાં આવશે. તેમજ ધોરાજી પોલીસ ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવશે રસ્તામાં અડચણરૂપ થાય તે પ્રકારનું દબાણ હશે તો તે હટાવવા માટે પોલીસને સાથે રાખી કડક પગલાં લેવામાં આવશે અને દબાણો દૂર કરવામાં આવશે.
ધોરાજીમાં હાલ જુના વાહનો તોડી તેનો સામાન વેચવાનો ધંધો ખૂબ જ મોટા પ્રમાણમાં ફૂલ્યોફાલ્યો છે અને તે પણ જાહેર રસ્તાઓ પર વાહનો તોડવાનું જોખમી કામ ચાલી રહ્યું છે ક્યારે આવી પ્રવૃત્તિઓ પર તંત્ર દ્વારા અંકુશ લગાવવામાં આવે તેવી લોક માગણી પ્રવર્તી રહી છે.

(7:56 pm IST)