Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

ધોરાજીમાં મૃત પશુઓના નિકાલ માટેની ફાળવેલ જગ્યા ફેરવવા ખેડૂતોની માંગણી સાથે ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

ખેડૂતોને અંધારામાં રાખી સરકારી તંત્રે યોગ્ય નિર્ણય લીધો હોવાની ખેડૂતોની રાવ...

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજીમાં મૃત પશુઓના નિકાલ માટેની ફાળવેલ જગ્યા ફેરવવા ખેડૂતોની માંગણી સાથે ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

ધોરાજીમાં મૃત પશુઓના નિકાલ માટે કતલખાના સમાન હેતુસર સરકારી તંત્ર દ્વારા ભાદર ડેમ નજીક જે સરકારી જગ્યા ફાળવવામાં આવી છે તેની સામે 50થી વધારે ખેડૂતોએ ધોરાજી પ્રાંત અધિકારીને લેખિત આવેદનપત્ર પાઠવી વિરોધ દર્શાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
 આવેદનપત્રમાં ખેડૂતોએ જણાવેલ કે હજારો ખેડૂતો ભાદર ડેમ વિસ્તારમાંથી પરિવહન કરે છે તેમજ અનેક પ્રકૃતિપ્રેમીઓ સાવન સાવન કરતા હોય છે ત્યારે ભાદર ડેમ તરફ જતા રસ્તા પર આવતી કેનાલ પાસે સરકાર દ્વારા આ જમીન મૃત પશુઓના કતલખાનાના ઉપયોગી હેતુસર ફાળવી છે તે યોગ્ય નિર્ણય નથી અહીંથી પસાર થતી વખતે ભયંકર દુર્ગંધનો સામનો કરવો પડે છે અને હિન્દુ ધર્મનું અપમાન થાય તે પ્રકારના દ્રશ્યો નિહાળવા પડે છે.
મૃત પશુઓના નિકાલ માટે જમીન ફાળવવા પૂર્વે સરકારી તંત્ર દ્વારા ખેડૂતોને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી અને ખેડૂતોને અંધારામાં રાખી ગિરિરાજ નિર્ણય કરવામાં આવ્યો છે.
  આથી જે જમીન ફાળવવામાં આવી છે તે ગેર વ્યાજબી નિર્ણયને તાત્કાલિક અસરથી રદ કરવો તેવી તમામ ખેડૂતોની માગણી સામેલ છે.
ધોરાજીના ભાદર 2 ડેમ નજીક કેનાલ પાસે મૃત પશુઓના નિકાલ માટે ફાળવેલ જમીનને કારણે ભારે વિવાદ સર્જાયો છે ત્યારે આગામી સમયમાં આ મુદ્દે ખેડૂતો લડી લેવાના મૂડમાં જણાયા હતા.

(7:52 pm IST)