Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

પોરબંદર જિલ્લા ભાજપના માળખામા યુવા ચહેરા ને સ્થાન : મીડિયા સેલના કન્વીનર સાગર મોદી ને શહેર યુવા ભાજપમાં સ્થાન : આગામી 2022 વિધાન સભા ચૂંટણી ને લઈ રઘુવંશી સમાજ ના યુવા ચહેરા ને શહેર યુવા ભાજપમાં સ્થાન

(સ્મીત પારેખ દ્વારા)પોરબંદર:::પોરબંદર  શહેર યુવા ભાજપ માં નવો ચહેરો આવ્યો છે. જિલ્લા ભાજપના માળખામા યુવા ચહેરા ને  સ્થાન મળ્યું છે.ભાજપ મીડિયા સેલના કન્વીનર સાગર મોદી ને શહેર યુવા ભાજપમાં  સ્થાન મળ્યું છે.

    સાગર મોદીએ ખૂબ નાની ઉંમરે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. યુવા ઉદ્યોગપતિ અને જાણીતા ચહેરા  સાગર મોદીને શહેર યુવા ભાજપ પ્રમુખની સૌથી મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

    સાગર મોદી ઘણા સમય થી ભાજપ મીડિયા સેલ મા સારી કામગીરી કરી પાર્ટી ના આગેવાનોને દિલ જીતી જતા મહત્વનું સ્થાન અપાયું છે.

 

આગામી 2022 વિધાન સભા ચૂંટણી ને લઈ રઘુવંશી સમાજ ના યુવા ચહેરા ને શહેર યુવા ભાજપમાં સ્થાન મળ્યું છે.સૌથી નાની ઉંમરે પક્ષના યુવા નેતાની જવાબદારી સોંપવામાં આવી છે.

  સાગર મોદીને સાંસદ રમેશ ધડુક અને ધારાસભ્ય બાબુ બોખીરિયા નો સૌથી નજીકના  અને વિશ્વાસુ કાર્યકર ગણવામાં છે.

 

(5:37 pm IST)