Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

પડધરીના ખાખડાબેલા-૬ ગામે જુગારના હાટડાઉપર દરોડોઃ રાજકોટના ૮ સહિત ૧૧ પત્તાપ્રેમી પકડાયા

રાજકોટનો નિલેશ અકબરી, ક્રિપાલસિંહ જાડેજાના મકાનમાં જુગાર રમાડતો 'તોઃ ૪.૪૭ લાખનો મુદામાલ કબ્જેઃ રૂરલ ક્રાઇમ બ્રાંચનો દરોડો

તસ્વીરમાં જુગાર રમતા પકડાયેલ શખ્સો નજરે પડે છે.

રાજકોટ તા. ર૩ : પડધરીના ખાખડાબેલા-૬ ગામે મકાનમાં ચાલતા જુગારના હાટડા ઉપર રૂરલ ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી જુગાર રમતા રાજકોટના ૮ સહિત ૧૧ પત્તાપ્રેમીઓને ૪.૪૭ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

પડધરીના ખાખડાબેલા-૬ ગામે રાજકોટનો નિલેશ ગીરધરભાઇ અકબરી ખાખડાબેલા-૬ ગામના ક્રિપાલસિંહ જુવાનસિંહ જાડેજાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતોહોવાની બાતમી રૂરલ એસ.પી. બલરામ મીણાને મળતા તેઓના માર્ગદર્શન હેઠળ રૂરલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. અજયસિંહ ગોહિલ તથા સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા નિલેશ અકબરી રે. ર૦૧ આલાપ એવન્યુ સોસાયટી યુની. રોડ રાજકોટ, અમરજીતસિંહ કિરીટસિંહ જાડેજા રે. મુળ રીબડા હાલ પંડિત દિનદયાલનગર રૂમ નં. ૧૩૦૪ કોસ્મોપ્લેક્ષની સામે રાજકોટ કેશવજી ડાયાભાઇ ચાવડા રે. થોરાળા વિજયનગર શેરી નં.૪ રાજકોટ, નરેન્દ્રસિંહ ઉર્ફે એન.જે. અખુભા જાડેજા રે. શાસ્ત્રીનગર બ્લોક નં. ૧૧૪ નાનામવા રોડ રાજકોટ, સુરેશ ધીરજલાલ કટારીયા રે. યોગીનગર મેઇન રોડ રૈયા રોડ, રાજકોટ, જેસીંગ કાનજીભાઇ ચૌહાણ રે.રામાપીર ચોકડી પાસે રૈયાધાર ઇન્દીરાનગર શેરી નં.૩ર રાજકોટ, કનુ ત્રિભુવનભાઇ ગોપાણી રે. સીતારામ સોસાયટી શેરી નં. ૮ હુડકો કવાર્ટરની પાછળ રાજકોટ, હિરેન શૈલેષભાઇ તન્ના રે.મહેશ્વરી સોસાયટી ભવાની ચોક રાજકોટ, ક્રિપાલસિંહ જુવાનસિંહ જાડેજા રે. ખાખડાબેલા-૬, પ્રદીપસિંહ બટુકસિંહ જાડજા રે. ખાખડાબેલા-૬ તથા રાજદીપસિંહ બળવંતસિંહ જાડેજા રે.જાળીયાદેવાણી તા. ધ્રોલને રોકડા રૂ. ૧,ર૬ લાખ, મોબાઇલ ફોન નંગ -૧૦ કિ. ૬૧૦૦૦ તથા વાહન નંગ-૪ કિ. ર.૬૦ લાખ મળી કુલ રૂ. ૪.૪૭ લાખના મુદામાલ સાથે પકડી પાડી પડધરી પોલીસના હવાલે કર્યા હતા.

આ કાર્યવાહીમાં રૂરલ ક્રાઇમ બ્રાંચના એ.એસ.આઇ. કરશનભાઇ કલોતરા, હેડ કો. રવિદેવભાઇ બારડ, મહેશભાઇ જાની, અમીતસિંહ જાડેજા, બાલકૃષ્ણ ત્રિવેદી, પો.કો.નૈમીષભાઇ મહેતા, મેહુલભાઇ સોનરાજ, ભાવેશભાઇ મકવાણા, પ્રકાશભાઇ પરમાર, રહીમભાઇ દલ, ડ્રા.એ.એસ.આઇ. અમુભાઇ વિરડા તથા ડ્રા.પો.સો. સાહિલભાઇ ખોખર સહિતનો સ્ટાફ જોડાયો હતો.

(1:55 pm IST)