Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

માડમના હસ્તે જામનગર વોર્ડ નં. ૩ ખાતે કોવિડ વેકિસનેશન મહાઅભિયાન

જામનગર :  પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ૨૧ જુન વિશ્વ યોગ દિને સમગ્ર દેશમાં કોરોના વેકસિનેશન અભિયાનને વધુ સદ્યન બનાવવા દરેક નાગરિકને નિૅંશુલ્ક રસી આપવા માટેનો નિર્ધાર કરવામાં આવ્યો છે. જેના પરિણામ સ્વરૂપ રાજયકક્ષાએથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા અને જામનગર ખાતેથી વિવિધ વોર્ડમાં મહાનુભાવો દ્વારા આ મહાવેકિસનેશન અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં વોર્ડ નં. ૩ના વિકાસગૃહ કેંદ્ર ખાતેથી સાંસદ પૂનમબેન માડમના હસ્તે આ મહાઅભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કોરોના સામે લડવા વેકિસન જ અમોદ્ય શસ્ત્ર છે. કોરોનાની રસી લેવા માટે ઓફલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ૧૮ થી ૪૪ ની વય જૂથના લોકો સ્થળ પર જઈને સીધા રસી લઈ શકે તેવું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

(1:08 pm IST)